G20 Infrastructure Investors Dialogue: ગુજરાતને બિઝનેસ અને ફાઈનાન્સિયલ એક્ટીવિટીનું ગ્લોબલ સેન્ટર બનાવાશેઃ CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં વર્લ્ડક્લાસ બિઝનેસ ઈકો સિસ્ટમ છે. એટલું જ નહિ ગતિશીલ ઉદ્યમશીલતા, સ્કીલ્ડ વર્કફોર્સ અને કન્ડ્યુસિવ બિઝનેસ એન્વાયરમેન્ટ જેવા બહુવિધ ક્ષેત્રો બે દશકથી રાજ્યની વિકાસયાત્રાના મૂળમાં રહેલા છે.
Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે G-20 સમિટ અંતર્ગત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાઈ રહેલી ઈન્ફાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ ડાયલોગનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, કોઈપણ દેશ કે રાષ્ટ્રના પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટી માટે ઈન્ફાસ્ટ્રક્ચરમાં ઈન્વેસ્ટમેન્ટ મહત્વની બાબત છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, એન્વાયરમેન્ટલ સસ્ટેઈનેબિલીટી અને સોશિયલ પ્રોગ્રેસ સાથે જ ઈકોનોમીક ગ્રોથ અને ઈન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ સાર્થક થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટસિટી પરિસરમાં આ ડાયલોગ – સેશનનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરતા ગિફ્ટ સિટીએ દેશના પ્રથમ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસ સેન્ટર IFSC ધરાવવાનું ગૌરવ મેળવેલું છે. આ પરિસર પ્રથમવાર ઈન્ટરનેશનલ ડિસ્કસનનું પ્લેટફોર્મ બન્યુ છે. તેનો પણ તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં વર્લ્ડક્લાસ બિઝનેસ ઈકો સિસ્ટમ: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ ગુજરાતને બિઝનેસ અને ફાયનાન્સિયલ એક્ટીવિટીઝનું ગ્લોબલ હબ બનાવવાની નેમ વ્યક્ત કરતાં ઉમેર્યું કે, રાજ્યમાં પાછલા દશકોથી લગાતાર મોટા પ્રમાણમાં FDI આવતું રહ્યું છે તે જ ગ્લોબલ બિઝનેસ ગુજરાત પર ભરોસો કરે છે તેનું પ્રમાણ છે. 2022-23ના વર્ષમા ગુજરાતે 4.7 બિલીયન ડોલરથી વધુ FDI મેળવ્યું છે તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ અંગે વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં વર્લ્ડક્લાસ બિઝનેસ ઈકો સિસ્ટમ છે. એટલું જ નહિ ગતિશીલ ઉદ્યમશીલતા, સ્કીલ્ડ વર્કફોર્સ અને કન્ડ્યુસિવ બિઝનેસ એન્વાયરમેન્ટ જેવા બહુવિધ ક્ષેત્રો બે દશકથી રાજ્યની વિકાસયાત્રાના મૂળમાં રહેલા છે.
G20 સમિટ અંતર્ગત ગાંધીનગરના ગીફ્ટ સિટીમાં આયોજિત ઈન્ફાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ ડાયલોગનો દેશવિદેશથી પધારેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 16, 2023
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરતા ગીફ્ટ સિટીનું આ પરિસર ઈન્ટરનેશનલ ડિસ્કસનનું પ્લેટફોર્મ બન્યું છે તે ઘણા… pic.twitter.com/TBSdn7oXao
નિતી આયોગે પણ રાજ્યના ફાયનાન્સિયલ મેનેજમેન્ટની સરાહના કરીઃ CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતે સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન – પ્રુડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ ઈકોનોમિક ડેવલપમેન્ટથી માંડીને સોશિયલ એન્વાયરમેન્ટ સુધીના દરેક એરિયામાં અપનાવીને પરિણામો મેળવ્યા છે. ગુજરાત સરકાર એક વિઝન સાથે ફાયનાન્સિયલ મેનેજમેન્ટ કરી રહી છે અને તેના પરિણામે જ ફિસ્કલ ટાર્ગેટ અચિવ કરવામાં સફળતા મળી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી કહ્યું કે, નિતી આયોગે પણ રાજ્યના ફાયનાન્સિયલ મેનેજમેન્ટની સરાહના કરી છે. પાછલા દોઢ દાયકાથી દર વર્ષે સરપ્લસ બજેટ ગુજરાતમાં આપતા આવ્યા છીએ તેનો ઉલ્લેખ કરતાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 2021-22માં ગુજરાતની ફિસ્કલ ડેફિસીટ GSDPના 1.16 ટકા કરતાં પણ ઓછી રહી છે. એટલું જ નહીં આ વર્ષના બજેટ આઉટ લેમાં ગત બજેટ કરતાં 23 ટકા ગ્રોથ અને કેપિટલ એક્સપેન્ડીચરમાં 92 ટકા વૃદ્ધિ કરી છે એમ તેમણે જણાવ્યું હતું.
#WATCH | Gujarat CM Bhupendra Patel attends G20 Infrastructure Investors Dialogue in Gandhinagar, says, "In this year's budget outlay, there is an increase of 73% compared to last year. The capital expenditure budget also increased by 92%...due to this we have been able to… pic.twitter.com/zPYiv4COyD
— ANI (@ANI) July 16, 2023
ગિફ્ટસિટીના ચેરમેન હસમુખ અઢીયાએ શું કહ્યું ?
મુખ્યમંત્રીએ ગિફ્ટસિટીમાં રહેલી લિમીટલેસ પોસિબીલીટીઝ એક્સપ્લોર કરવા તેમજ આગામી વાયબ્રન્ટ-2024માં સહભાગી થવા પણ આ G-20 સમિટમાં આવેલા દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું હતું.
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને આવકારતા ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ અઢિયાએ જણાવ્યું કે વૈશ્વિક કક્ષાના પ્લાન્ડ ગ્રીન ફિલ્ડ સિટીનું નિર્માણ કરવામાં ગુજરાત પાયોનિયર છે અને રાજધાની ગાંધીનગર તેનું ઉત્તમ ઉદાહરણ છે.
અઢિયાએ વધુમાં જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફાઇનાન્શિયલ ઈકો સિસ્ટમને ધ્યાનમાં રાખીને વૈશ્વિકસ્તરે પરસ્પર વિશ્વાસ અને સહયોગની ભાવનાથી કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારે સામુહિક પ્રયાસોથી જ વૈશ્વિક અર્થતંત્ર સામે રહેલા પડકારોને પહોંચી વળાશે અને વૈશ્વિક અર્થતંત્રને સ્થિર અને સધ્ધર બનાવી ઉમદા ભવિષ્યનું નિર્માણ કરી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું કે ગિફ્ટ સિટી આજે બેંકિંગ, ઇન્શ્યોરન્સ, ફોરેન યુનિવર્સિટીઝ, શિપ લીઝિંગ સહિતના વિવિધ ક્ષેત્રોના ગ્રોથ સેકશન તરીકે વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઝડપથી ઊભરી રહ્યું છે અને આ માટેના અર્થતંત્રના વિકાસની નવી દિશાઓ ઉઘાડી રહ્યું છે.
એટલું જ નહીં, સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરીને વિશ્વના અન્ય ફાઇનાન્શિયલ સેન્ટર્સને ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યું છે.