શોધખોળ કરો

ગુજરાતની વધુ એક નવતર પહેલ: નવા મ્યુટેશન સ્ટ્રેનનું નિરીક્ષણ વધુ સરળ બનશે

રાજ્ય સરકાર સંચાલિત સંસ્થામાં દેશભરમાં પ્રથમવાર હાઇ એન્ડ જિનોમ સિકવન્સિંગ મશીન ઇન્સ્ટોલ કરવાની ગુજરાતે સિદ્ધિ મેળવી. મુખ્યમંત્રીએ Novaseq 6000નું અનાવરણ કર્યુ હતું.

ગાંધીનગરઃ રાજ્ય સરકાર સંચાલિત સંસ્થામાં દેશભરમાં પ્રથમવાર હાઇ એન્ડ જિનોમ સિકવન્સિંગ મશીન ઇન્સ્ટોલ કરવાની ગુજરાતે સિદ્ધિ મેળવી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઇ-થ્રુપુટ નેકસ્ટ જનરેશન સિકવન્સિંગ- Novaseq 6000નું અનાવરણ કર્યુ હતું.  સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં અનાવરણ કરાયું હતું. 

ગુજરાત ટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે કાર્યરત થનારા મશીનથી સિકવન્સિંગ કેપેસિટીમાં ૯ ગણો વધારો થશે.  નવા મ્યુટેશન–સ્ટ્રેનનું નિરીક્ષણ વધુ સરળ બનશે. કેન્સર-રેર જિનેટીક ડિસઓર્ડર-પોપ્યુલેશન જિનેટિક્સ-સંપૂર્ણ જિનોમ વગેરે સરળતાથી કરી શકાશે .મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે જિનોમ સિક્વન્સિંગ ક્ષેત્રે એક નવતર પહેલ હાથ ધરી છે.  રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા નવું હાઇ-થ્રુપુટ જિનોમ સિકવન્સિંગ Novaseq 6000 મશીન ખરીદવામાં આવ્યું છે. 

કોઇ પણ રાજ્ય સરકાર સંચાલિત સંસ્થામાં આવું અદ્યતન મશીન સૌપ્રથમ ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે આ મશીન ઇન્સ્ટોલેશનથી મેળવી છે.  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણી અને મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ સચિવ વિજય નહેરાની ઉપસ્થિતિમાં આ મશીનનું રાજ્યની નવી બાયોટેક્નોલોજી પોલિસીના લોંચીંગ વેળાએ સાયન્સ સિટી ખાતે લોકાર્પણ કર્યુ હતું.
 
ગુજરાતમાં બાયોટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાં ટ્રાન્સનેશનલ રિસર્ચ કરવા માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અંતર્ગત આ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર GBRCની સ્થાપના કરવામાં આવેલી છે.  આ સંસ્થામાં વિવિધ આંતરરાષ્ટ્રિય, રાષ્ટ્રિય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા ૩૦ થી વધુ પ્રોજેક્ટસ ચાલી રહ્યા છે.  એટલું જ નહિ, કોવિડ-19 મહામારી દરમ્યાન જિનોમીક્સ સર્વેલન્સ, ડાયગ્નોસ્ટિકસ, વેસ્ટ વોટર સર્વેલન્સ વગેરે પર પણ GBRCએ કામ કરેલું છે. મુખ્યમંત્રીએ આ સંસ્થાને વધુ સુદ્રઢ અને સુગ્રિથત-સક્ષમ બનાવવાના હેતુસર ૧૩.૯પ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ-થ્રુપુટ જિનોમ સિક્વન્સિંગ મશીન ખરીદવા મંજૂરી આપી હતી. 

તદ્દઅનુસાર, GBRCએ ખરીદી કરીને ઇન્સ્ટોલ કરેલા આ Novaseq 6000 મશીનને પરિણામે GBRCની સિકવન્સિંગ કેપેસિટીમાં અંદાજે ૯ ગણો વધારો થયો છે.  આ Illumina Novaseq 6000 બે દિવસમાં 6Tb અને ર૦ બિલિયન રીડ જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.  GBRCમાં ઇન્સ્ટોલ થયેલા આ મશીનની મદદથી એક મહિનામાં 3000થી વધુ SARS-CoV-2 (COVID-19) જીનોમનું સિક્વન્સિંગ કરવું શક્ય છે, તેના સહયોગથી નવા મ્યુટેશન અથવા સ્ટ્રેનનું નિરીક્ષણ કરવું પણ વધુ સરળ બનશે. અન્ય સંશોધનો કેન્સર, રેર જીનેટીક ડિસઓર્ડર, પોપ્યુલેશન જીનેટીક્સ, સંપૂર્ણ જીનોમ/એક્જોમ/ટ્રાન્સક્રિપ્ટોમ વગેરે સરળતાથી કરવા શક્ય બનશે.

આ મશીનની મદદથી એકસાથે 2-3 દિવસમાં લગભગ 50 મનુષ્યના પૂર્ણ જીનોમનું સિક્વન્સિંગ થઇ શકે છે. વધુ સારી જાતિના પશુ અથવા છોડની પસંદગી માટે પશુ જાતિ અને છોડના સુધારણા કાર્યક્રમોમાં પણ આ મશીન ઉપયોગી થઇ શકે છે. NovaSeq 6000 હાઇ-થ્રુપુટ સિક્વન્સર હોવાથી, વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે હજુ પણ અનકલ્ચર્ડ અને ઓછા પ્રમાણમાં થતાં સુક્ષ્મજીવાણુઓનું અન્વેષણ કરવું શક્ય છે. આ મશીનની મદદ વડે આયુર્જિનોમિક્સ, ફાર્મેકોજીનોમિક જેવા જિનોમીક પ્રોગ્રામ કરવા શક્ય બને છે.  આ નવું મશીન જીબીઆરસીની શેર્ડ-લેબ નેટવર્કમાં સામેલ કરવામાં આવશે અને તેનો  ઉપયોગ વિવિધ વિદ્યાર્થીઓ,  શિક્ષણવિદો, સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ અને કંપનીઓ કરી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારીAsaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget