Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર
ભાવનગર: પ્રયાગરાજ ખાતે આયોજીત મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.હવે મહાકુંભની પુર્ણાહુતી થઈ છે. આ દરમિયાન એક ગોજારી ઘટના સામે આવી છે.

ભાવનગર: પ્રયાગરાજ ખાતે આયોજીત મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.હવે મહાકુંભની પુર્ણાહુતી થઈ છે. આ દરમિયાન એક ગોજારી ઘટના સામે આવી છે. પ્રયાગરાજથી પરત ફરતા ગુજરાતના ચાર લોકોના અકસ્માતમાં મોત નિપજ્યા છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રયાગરાજથી પરત ફરતા અમરેલી અને ગારીયાધારના બે દંપતીના અકસ્માતમાં મોત થયા છે. જ્યારે એક દીકરીની સારવાર ચાલી રહી છે. ઝાંસીથી કાનપુર હાઇવે પર ટ્રક સાથે અકસ્માત સર્જાતા ગઈકાલે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં કુલ બે દંપતીના મોતથી અરેરાટી મચી જવા પામી છે.
ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના રહેવાસી બીપીનભાઈ ગોયાણી અને ભાવનાબેન તેમજ અમરેલીના દામનગર તાલુકાના ભાલવાવ ગામના દંપતી જગદીશભાઈ વિરાણી અને કૈલાશબેન વિરાણીનું અકસ્માતના બનાવવામાં મૃત્યુ થયું છે. આ બનાવના કારણે રૂપાવટી અને ભાલવાવ ગામમાં દુઃખની લાગણી પ્રસરી છે. હાલ તમામ મૃતકોને પોતાના વતન ખાતે લાવવામાં આવી રહ્યા છે.
લીંબડીમાં ભયંકર દુર્ઘટના
લીંબડીના રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં ૩ વ્યક્તિના મોતના અહેવાલ છે. ઉલ્લેખનિય છે કે,રહેણાંક મકાન પાસે પીકઅપ વાનને પાર્ક કરવામાં આવી હતી. આ સમયે ડિઝલના કેરબા ઉતારતા સમયે અચાનક પીકઅપવાલમાં આગ લાગી હતી. જેના કારણે નજીકના રહેણાંક મકાનને પણ આગે ગિરફ્તમાં લીધું હતું. આગ વિકરાળ હોવાથી આગમાં 3 લોકો જીવતા ભૂજાયાના સમાચાર છે. મૃતકમાં બાળકો અને વૃદ્ધાનો સમાવેશ થયો છે. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના ત્રણ મકાનને પણ નુકસાન પહોંચ્યું હતું. આગના કારણે મકાન નજીક પાર્ક કરેલી કાર પણ ભસ્મિભૂત થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગરની ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ, ફાયર વિભાગ સહિત વહીવટીતંત્ર આવી પહોંચ્યું હતું. જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મોડી રાત્રે લાગેલી આગ એટલી ભીષણ હતી કે આસપાસને મકાનને પણ ઝપેટમાં લીધા હતા. આગના કારણએ 3 મકાન બળીને ખાક થઇ ગયાનો અહેવાલ છે. ગામે ભીષણ આગ ભભૂકી ઉઠતા આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. આગમાં ફાતુબહેન હસનભાઈ ટીબલીયા,. રમજાનભાઈ સાદીકભાઈ ટીબલીયા,3. મોઈનભાઈ હનીફભાઈ ઢોળીતરનું મૃત્યુ થયું છે તો આગની ઘટનામાં એકની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. આગ કેવી રીતે લાગી તે અંગેની હજુ સુધી કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ પ્રાથમિક તારણ મુજબ આગ કોઇ જ્વલનશીલ પદાર્થના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
આ પણ વાંચો...





















