ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા દિલ્લીમાં મંથનમાં નહીં લઈ શકે ભાગ? જાણો શું છે કારણ?
કોંગ્રેસનું આજે દિલ્હીમાં મંથન થશે. ગુજરાતના મુખ્ય નેતા અને કેન્દ્રીય નેતૃત્વ મંથન કરશે. જોકે, આ બેઠકમાં વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા હાજર નહીં રહી શકે.
અમદાવાદઃ કોંગ્રેસનું આજે દિલ્હીમાં મંથન થશે. ગુજરાતના મુખ્ય નેતા અને કેન્દ્રીય નેતૃત્વ મંથન કરશે. જોકે, આ બેઠકમાં વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા હાજર નહીં રહી શકે. અમદાવાદથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતા સુખરામ રાઠવા દિલ્હી ન પહોંચી શક્યા. આથી સુખરામ રાઠવા વિધાનસભા પહોંચ્યા. આજે સાંજે 4 વાગ્યે બેઠક મળવાની છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દિગ્ગજ ઇલેક્શન સ્ટ્રેટેજિસ પ્રશંત કિશોરને મેદાનમાં ઉતારવા અંગે આ બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. પ્રદેશના માળખામાં થનારી નિમણૂક અંગે ચર્ચા થશે. પ્રશાંત કિશોરની મદદ લેવા અંગે ચર્ચા થશે. આગામી ચૂંટણી અંગે ચર્ચા થશે. સામાજિક કાર્યકરો અને અન્ય પક્ષમાંથી નેતાઓને જોડવા અંગે ચર્ચા થશે. ચૂંટણીલક્ષી આંદોલનાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા થશે. વિવિધ સમાજના પ્રશ્નો અંગે આંદોલનને લઈને ચર્ચા થશે. વિવિધ કમિટીની નિમણુંક અંગે ચર્ચા થશે.
બુધવારને બદલે આજે કેમ મળી ગુજરાત કેબિનેટની બેઠક? જાણો શું છે કારણ?
ગાંધીનગરઃ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સવારે કેબિનેટ બેઠક મળી હતી. બુધવારે ગોવાના મુખ્યમંત્રીની શપથવિધિની શક્યતાને લઈને કેબિનેટ બેઠક આજે મળી હતી. ગોવાના મુખ્યમંત્રીની શપથ વિધિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર. આજે સવારે 10 વાગ્યે વિધાનસભા સત્ર હોવાથી 8 વાગ્યે કેબિનેટ બેઠક મળી હતી.
વિધાનસભાની કામગીરી મહત્વના બિલો સંદર્ભે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. સરકારની નીતિ વિશયક બાબતો પણ થશે ચર્ચા.
UPના આ ગેંગસ્ટરે સાબરમતી જેલમાં ધામધૂમથી મનાવી હોળી? કઈ પાર્ટી સાથે છે જોડાયેલા?
અમદાવાદ: પૂર્વ સાંસદ અને બાહુબલી અતીક અહેમદ (Atiq Ahmed)ની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં દાવો કરાયો છે કે, આ તસવીરો સાબરમતી જેલની છે. આ તસવીરો હોળીના દિવસે જેલમાંથી લેવાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તસવીરોમાં બાહુબલી અતીક અહેમદ અબીલ-ગુલાલ ઉડાડીને હોળીની મજા માણતો જોવા મળે છે. આ વાયરલ થઈ રહેલી તસવીરોને કારણે સવાલો ઉભા થયા છે.
સોશિયલ મીડિયા પર આ તસવીરો અંગે દાવો કરાઈ રહ્યો છે કે, અતીક અહેમદ ગુજરાતની જેલમાં પણ પોતાની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરીને જલસા કરી રહ્યો છે. આ તસવીરો પર લોકો ભારે કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, જો અતીક અહેમદ યોગીના રાજમાં યુપીની કોઈ જેલમાં હોત તો તે આ રીતે મહેફિલ સજાવવાની હિંમત ન કરી શક્યો હોત.
પૂર્વ સાંસદ અતીક અહેમદ 27 ફેબ્રુઆરી, 2017થી જેલમાં છે. છેલ્લા ત્રણ વર્ષથી તે સુપ્રીમ કોર્ટના આદેશથી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. આ તસવીરમાં અતીક સાથે અન્ય કેટલાક લોકો ખુરશીઓ પર બેઠા છે. ટેબલ પર મીઠાઈ અને ચાના કપ રાખેલા છે અને બીજા બધા કેદીઓ પાછળ જમીન પર બેઠેલા જોવા મળે છે.