Gujarat Corona : રાજ્યમાં ત્રણ દિવસ બાદ આજે 3 જુલાઈએ ઘટ્યા કોરોના વાયરસના નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા
Gujarat Corona Update : રાજ્યમાં આજે નોંધાયેલા 456 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
Gujarat Corona Update : ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં આજે 3 જુલાઈએ ઘટાડો થયૉ છે. 30 જૂને રાજ્યમાં 547 નવા કેસ નોંધાયા બાદ 1 જુલાઈએ 632 કેસ નોંધાયા હતા, ગઈકાલે 2 જુલાઈએ 580 નવા કેસ નોંધાયા હતા. જયારે આજે 3 જુલાઈએ રાજ્યમાં કોરોના વાયરસના નવા 456 કેસ નોંધાયા છે.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે નોંધાયેલા 456 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 203, સુરત શહેરમાં 86, વડોદરા શહેરમાં 38, ભાવનગર શહેરમાં અને કચ્છ-નવસારી-મહેસાણા જિલ્લામાં 13-13, વલસાડમાં 12, સુરત જિલ્લામાં 11 અને ગાંધીનગર શહેરમાં 10 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.
386 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 3548 થયા
રાજ્યમાં આજે 2 જુલાઈએ કોરોનાથી મુક્ત થઇને 386 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,19,203 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 3548 થયા છે, જેમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 3545 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.
કોરોના અંગે નિષ્ણાતોએ આપી જાણકારી
છેલ્લા એક મહિનાથી ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જો કે, ફરી એકવાર વધતા આંકડાને જોતા આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. કેસોની વધતી સંખ્યા માટે ઓમિક્રોન અને તેના પેટા વેરિઅન્ટને મુખ્ય પરિબળ તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે દેશના રાજ્યોને રોગચાળાને લગતા મેનેજમેન્ટને લઈને વિશેષ સાવચેતી રાખવાની સૂચના આપી છે.
તાજેતરની ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય સચિવે રસીકરણના જીનોમ સિક્વન્સિંગ અને બાળકોથી લઈને વૃદ્ધો સુધીના વધતા ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરવા કડક દેખરેખ રાખવાની સલાહ આપી છે. સંશોધકોએ કહ્યું છે કે વાયરસના પરિવર્તનને કારણે, નવા પ્રકારોથી ચેપગ્રસ્ત લોકોમાં નવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે સમયાંતરે કોરોનાના વર્તનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. જ્યારે કોવિડ તેનું સ્વરૂપ બદલી રહ્યું છે, ત્યારે સહેજ ઉધરસ, શરદી અને તાવની સમસ્યા કોવિડનું લક્ષણ નથી. આવી સ્થિતિમાં, કોવિડના નવા લક્ષણોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.