શોધખોળ કરો

ગુજરાતમાં ફરી લોકડાઉન લાદવા મુદ્દે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, નીતિન પટેલે શું કહ્યું ?

ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આજે જીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે અને લોકો સામાન્ય જીવન જીવતાં થયાં છે ત્યારે ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં ફરી લોકડાઉન લાદવામાં આવશે એવા દાવા સાથે વોટ્સએપ પર મેસેજ ફરી રહ્યા છે. ગુજરાત સરકારે આ બધી વાતોને ખોટી ગણાવી છે. ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આજે જીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે અને લોકો સામાન્ય જીવન જીવતાં થયાં છે ત્યારે ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી. પટેલે કહ્યું કે, ભલે ગમે તે વાતો ફેલાતી હોય પણ કોઇ તારીખથી લઇ કોઇ તારીખ સુધી લોકડાઉ લાગુ કરવાની કોઇ યોજના નથી. નીતિન પટેલે કહ્યું કે, રાજ્ય સરકારને માહિતી મળી છે કે કેટલાક લોકો લોકડાઉન આવવાની વાત ચલાવી રહ્યા છે. આવી અફવાઓના કારણે નાગરિકોએ ખરીદી શરૂ કરી છે પણ લોકડાઉન કરવાની કોઇ પણ પ્રકારની વિચારણા સરકારની નથી. રાજ્યમાં કોરોનાની સ્થિતિને કાબુ માં લેવાનાં સરકાર સફળ રહી છે ત્યારે લોકડાઉનની કોઇ જરૂરીયાત જણાતી નથી. તેમણે કહ્યું કે, નાગરિકોને વિનંતી છે કે, રાજ્ય સરકારની કોઇ જાહેરાત ન થાય ત્યાં સુધી કોઇ અફવામાં આવવું નહી. જનજીવન રાબેતા મુજબ ચાલુ રહેવાનું છે અને લોકડાઉન કરવાનું નથી. જાહેર જીવન તેમજ વેપાર ધંધા રાબેતા મુજબ ચાલવાનાં છે ત્યારે લોકો કોઈ ખોટી વાતોથી દોરવાય નહીં. ગુજરાત સરકારે પહેલાં જ સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં હવે પછી ક્યાંય લોકડાઉન લાદવાનો સવાલ જ નથી. લોકો પોતપોતાના વિસ્તારોમાં સ્વયંભૂ રીતે લોકડાઉનનો નિર્ણય લે એ અલગ વાત છે પણ સરકાર આવો નિર્ણય નતી લેવાની. આ સ્પષ્ટતા છતાં કેટલાંક લોકોએ ગુજરાતમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાશે એ પ્રકારના મેસેજ વાયરલ કરીને લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.

ટોપ સ્ટોરી

Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ

CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'

ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન

વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન
ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ

રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા

લાલ ચટાકેદાર મરચું પાડશે બિમાર! ઘઉંનું ભુસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું

તમારા નામે 9 થી વધુ સિમ કાર્ડ સક્રિય છે? આજથી નવા કડક નિયમો લાગુ, ફટાફટ ચેક કરો

Embed widget