(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શું કર્યો દાવો ?
Gujarat Election: 8 તારીખે મત ગણતરીમાં રેકોર્ડ સીટ અને લીડ સાથે તેમજ સૌથી વધુ વોટ શેરનો અમારો ટાર્ગેટ પૂર્ણ થશે. મતદાનનો ફાઇનલ આંકડો હજુ આવ્યો નથી, અમે મતદાનના આંકડા પર જતા નથી. ભાજપનો વિજય નક્કી છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોના 833 ઉમેદારોનું ભાવિ સીલ થયું. રાજ્યમાં સરેરાશ 60 ટકા આસપાસ મતદાન થયું હોવાનો અંદાજ છે. મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મીડિયાને સંબોધન કર્યુ હતું.
સી.આર.પાટીલે કહ્યું, ગુજરાતના લોકોએ વિકાસ પર વિશ્વાસ કર્યો. શાંતિપૂર્ણ મતદાન માટે લોકોનો આભાર. PM નો વિશેષ આભાર, તેમણે ગુજરાતમાં પ્રચાર કરીને લોકો સાથે જે લાગણીનો સેતુ બંધાયેલો છે એ તેમના પ્રવાસમાં દેખાયું, PMએ લોકોની અપેક્ષા કરતા વધુ આપવાની તૈયારી રાખી છે. અમિત શાહનો પણ આભાર, તેમણે અમને માર્ગદર્શન આપ્યું. કેન્દ્રના સૌ મંત્રી, CM , રાજ્યના મંત્રી અને હોદ્દેદારોનો આભાર.
આ ઉપરાંત તેમણે કહ્યું, કોંગ્રેસ તરફ લોકોનું નકારાત્મક વલણ હતું તેમ છતાં વધુ વોટિંગ થાય તે માટે પ્રયત્નો કરાયા. 8 તારીખે મત ગણતરીમાં રેકોર્ડ સીટ અને લીડ સાથે તેમજ સૌથી વધુ વોટ શેરનો અમારો ટાર્ગેટ પૂર્ણ થશે. મતદાનનો ફાઇનલ આંકડો હજુ આવ્યો નથી, અમે મતદાનના આંકડા પર જતા નથી. ભાજપનો વિજય નક્કી છે.
ગુજરાતમાં AAP ને કેટલી મળશે સીટ ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોની જીત થશે તેને લઈને સૌના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જો કે, પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઓછું મતદાન થયું હતું તેમ છતા બીજેપી ફરી સરકાર બનાવશે.
એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને 134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.
કોંગ્રેસને કેટલી બેઠકનું થશે નુકસાન
News Reels
એક્ઝિટ પોલના તારણ મુજબ ગુજરાતની 182 પૈકી અન્યને 4 બેઠક મળવાનું અનુમાન છે. ગુજરાતમાં ભાજપને 35 બેઠકનો ફાયદો થવાનું અનુમાન છે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને 40 બેઠકોનું નુકસાન થવાનું અનુમાન છે.
દક્ષિણ ગુજરાતમાં કઈ પાર્ટીને લાગશે ઝટકો
એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર ùદક્ષિણ ગુજરાતની 35 પૈકી ભાજપને 26 બેઠક મળવાનું અનુમાન. જ્યારે કોંગ્રેસને 35માંથી 6 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને બે સીટો અને અન્યના ફાળે 1 સીટ જશે.
ઉત્તર ગુજરાતનો એક્ઝિટ પોલ
એક્ઝિટ પોલના તારણ મુજબ ઉત્તર ગુજરાતની 32 પૈકી ભાજપને 23 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 8 અને અન્યને એક બેઠક મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ અબીં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળતી. ઉત્તર ગુજરતામાં ભાજપને 9 બેઠકનો ફાયદો અને કોંગ્રેસને 9 બેઠકનું નુકસાન થવાનો અંદાજ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાં પક્ષને મળશે કેટલી બેઠકો, જાણો
એબીપી ન્યૂઝ સીવોટ સર્વેમાં સૌરાષ્ટ્ર કચ્છના આંકડા સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 54 બેઠકો છે.
ભાજપ-38
કૉંગ્રેસ-10
આપ-5
અન્ય -1