શોધખોળ કરો

Gujarat Election 2022: કૉગ્રેસે ભાજપ સરકાર સામે રજૂ કર્યું આરોપનામું, ડબલ એન્જિન પૈકી એક એન્જિન ફેલ ગયું એટલે વિજયભાઈને બદલ્યા: સોલંકી

Gujarat Assembly Election 2022: મિશન 2022ના પ્રચારના ભાગરૂપે કૉંગ્રેસે ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું હતું

Gujarat Assembly Election 2022:  મિશન 2022ના પ્રચારના ભાગરૂપે કૉંગ્રેસે ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું હતું.  પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રજા સમક્ષ ભાજપ સામેનું આરોપનામું રજૂ કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ સરકાર સામેનું આરોપનામું અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ. કોંગ્રેસની સરકાર બનશે ત્યારે અમે પ્રજાની સુખાકારી માટે કામ કરીશું. ભાજપની નીતિ ગુમરાહ કરવાની અને લોકોને બીજી દિશામાં લઈ જવાની છે.

કૉંગ્રેસનું 20 મુદ્દાઓનું ભાજપ સામેનું આરોપનામું રજૂ કરવામાં આવ્યું હતું. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે કૉગ્રેસ ભાજપની સરકાર સામે આરોપનામું લઇને આવી છે. પ્રજાના આશીર્વાદથી રાજ્યમાં કૉંગ્રેસની સરકાર બનશે. કૉંગ્રેસના શાસનમાં જીડીપી 18થી 23 ટકા હતો. આરોગ્ય, શિક્ષણમાં કૉંગ્રેસના શાસનમાં ગુજરાત આગળ હતુ. કૉંગ્રેસના શાસનમાં ઉદ્યોગોમાં પણ ગુજરાત આગળ હતું.

મોરબી દુર્ઘટના, કથિત લઠ્ઠાકાંડ, કોવિડ મિસ મેનેજમેન્ટ, શિક્ષણ, બેરોજગારી સહિતના મુદ્દાઓનો આરોપનામામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ ચૂંટણીમાં તમામ પ્રકારના હથકંડા અજમાવશે પરંતુ અમે લોકોના મુદ્દાની વાત કરીએ છીએ. ડબલ એન્જિન પૈકી એક એન્જિન ફેલ ગયું એટલે વિજયભાઈને બદલ્યા હતા. કોંગ્રેસના શાસનમાં જીડીપી 18થી23 ટકા હતો. માથાદીઠ આવકમાં ગુજરાત દેશમાં નંબર વન હતું. આજે ભાજપવાળા 8 ટકા જીડીપીમાં ખુશ થાય છે. જાપાન સામેની હરીફાઈમાં ગાંધીનગરમાં સૌ પહેલા ઇલેક્ટ્રિક ઝોન કર્યો હતો.

Gujrat Election 2022: કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સહિત આ નેતા લડશે જંગ, જાણો કઇ બેઠક પરથી  મળશે ટિકિટ

કોંગ્રેસના બે પૂર્વ કેન્દ્રીય મંત્રી મિશન 2022ના ચૂંટણી જંગમાં ઉતરશે..ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી  વિધાનસભાની ચૂંટણી લડશે. પેટલાદથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડશે.તો ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે. બંને નેતાઓને કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ચૂંટણી લડવા આદેશ કર્યા છે.

મહીસાગરમાં  જિલ્લામાં કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી પહેલા કકળાટ આવ્યો સામે આવ્યો છે. કોંગ્રેસના નેતા પી.એમ.પટેલને ટિકિટ આપવામાં આવે તો તેને લઈને કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ  વિરોધ નોંધાવ્યો છે.અન્ય કોઈપણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે પરંતુ પી.એમ.પટેલને નહીં તેવી કાર્યકર્તાઓ માંગ કરી રહ્યાં છે. વર્ષ 2017 અને 2019 ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મત ન માગ્યા હોવાનો કાર્યકર્તાઓએ આરોપ  લગાવ્યા છે.મહીસાગર જિલ્લામાં એસ.સી એસ.ટી ઓ.બી.સી માંથી કોઈને ટિકિટ આપવા માટે કાર્યકર્તાઓએ કરી માંગ છે. મહીસાગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા નામ જાહેર નથી કરવામાં આવ્યા એ પહેલા જ કોંગ્રેસનો આંતરિક ખટરાગ સામે આવ્યો છે.જો યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો ચોક્કસપણે કોંગ્રેસ જીતશે તેવો મત કાર્યકર્તાઓએ વ્યક્ત કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
Embed widget