શોધખોળ કરો

Gujarat Election Result 2022: ગુજરાતમાં અલ્પેશ ઠાકોરની ગાંધીનગર ઉત્તર સહિત કઈ સીટ પર લાગ્યો છે સૌથી વધુ સટ્ટો ?

Gujarat Election 2022: ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે.

Gujarat Election Result 2022:  ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવવાના છે, જો કે તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પક્ષોની જીત અને હારની આગાહી કરી રહ્યા છે. ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે.

મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.

સુરતમાં ભાજપને કેટલી સીટ મળશે

સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની શક્યતા છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે.  આ ઉપરાંત સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા છે.

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની જીતનો કેટલો છે ભાવ

બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠક પર કાંટાની ટક્કરની વચ્ચે મોટો સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા , મહેસાણા , ઊંઝા , માણસા , ઈડર , મોરબી , રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી  છે. સટ્ટોડીયાઓને પાટણ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત બેઠક માની રહ્યા છે.
વડોદરા જિલ્લાની વાઘોડીયા અને પાદરા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારની જીતનો ભાવ લગભગ સરખો છે.

અમરેલી જિલ્લામાં શું થશે

સટ્ટાબજારમાં વિસાવદરથી હર્ષદ રીબડીયા, માણાવદરમાં જવાહર ચાવડાની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત સટ્ટોડીયાઓના મતે ધોરાજી બેઠક પર લલિત વસોયા , જામજોધપુરથી ચિરાગ કાલરીયાની જીત નિશ્ચિત છે. અમરેલી જિલ્લાની 5 પૈકી 3 બેઠક પર ભાજપ તો 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત માટે હોટ ફેવરીટ છે.

કાંધલ જાડેજાની જીત નક્કી

સટ્ટાબજારના મતે મોરબી બેઠકથી ભાજપના કાંતિ અમૃતિયાની જીત નિશ્ચિત , ટંકારા બેઠક પર લલિત કગથરાની મામુલી સરસાઈથી જીત થઈ શકે છે.  સટ્ટાબજાર પોરબંદરની બેઠક પર જીત માટે અર્જૂન મોઢવાડીયા જીત માટે હોટ ફેવરીટ તો કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની જીત નક્કી છે.

સટ્ટાબજારમાં નર્મદા જિલ્લામાં ભાજપની જીત મુશ્કેલ

સટ્ટાબજારમાં વલસાડ જિલ્લાની તમામ 5 બેઠકો અને ડાંગ જિલ્લાની 1 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. નવસારી જિલ્લાની 4 પૈકી 3 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. સટ્ટાબજારના મતે નર્મદા જિલ્લાની બન્ને બેઠક પર ભાજપ માટે જીત મુશ્કેલ છે.

ટોપ સ્ટોરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget