શોધખોળ કરો

Gandhinagar: એક દાયકમાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો, જાણો 9 અબજ ડોલરથી 57 અબજ ડોલર સુધીની સફર

ગાંધીનગર:  ગુજરાત રાજ્યએ વિકાસમાં અનેક આયામો સર કર્યા છે. આ ઉપરાંત ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં નોધપાત્ર વધારો થયો છે. ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસના મોડેલ તરીકે ઊભર્યું છે

ગાંધીનગર:  ગુજરાત રાજ્યએ વિકાસમાં અનેક આયામો સર કર્યા છે. આ ઉપરાંત ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં નોધપાત્ર વધારો થયો છે. ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસના મોડેલ તરીકે ઊભર્યું છે. મજબૂત નીતિગત માળખું (પોલિસી ફ્રેમવર્ક), વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણોને આકર્ષવા માટેની વ્યૂહરચના સાથે ગુજરાતે વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહમાં સતત નવા માપદંડો સ્થાપિત કર્યા છે. છેલ્લા દાયકામાં ગુજરાતના FDIમાં 533 ટકાનો વધારો નોંધાયો છે.

તાજેતરમાં ડિસેમ્બર 2024માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 સુધી ગુજરાતે પ્રાપ્ત કરેલા કુલ FDI ઇક્વિટી ઇન્ફ્લોના 86% છેલ્લા એક દાયકામાં એટલે કે એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 સુધીમાં નોંધાયા છે.

આ આંકડાને વિગતવાર સમજીએ તો, ગુજરાતે એપ્રિલ 2000થી માર્ચ 2014 સુધી માત્ર 9.51 અબજ ડોલર જેટલો FDI ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો. તો એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગુજરાતે હરણફાળ ભરતાં 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો, જે પાછલા 24 વર્ષોમાં ગુજરાતે મેળવેલા 67.16 અબજ ડોલર FDI ઇક્વિટી ઇન્ફ્લોના 86% છે. 

નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા છ માસમાં ગુજરાતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણના પ્રવાહમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નાણાંકીય વર્ષ 2023-24માં FDI ઇક્વિટી ઇન્ફ્લો 2.29 અબજ ડોલર હતો, જે નાણાંકીય વર્ષ 2024-25માં 72.5% વધીને 3.95 અબજ ડોલર થયો હતો. આ જ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે પણ FDI ઇક્વિટી ઇન્ફ્લો 20.49 અબજ ડોલરથી વધીને 29.79 અબજ ડોલર થયો છે, જે 45.4%ની વૃદ્ધિ દર્શાવે છે. 

DPIITના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ભારતમાં કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)નો પ્રવાહ 1.03 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યો છે. જો આપણે આ આંકડામાં FDI ઇક્વિટી ઇન્ફ્લોને સમજીએ, તો છેલ્લા 24 વર્ષમાં ભારતમાં 708.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો આવ્યો છે.

આ જંગી FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. રાજ્યને કુલ 67.16 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો મળ્યો છે, જે આ સમયગાળા દરમ્યાન ભારતમાં આવેલા FDIના 9.5% છે. ખાસ તો, છેલ્લા દાયકા એટલે કે એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાનના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતને આ સમયગાળા દરમ્યાન 57.65 અબજ ડોલરનો વિક્રમી FDI ઇક્વિટી ઇન્ફ્લો મળ્યો છે, જે આ સમયગાળા દરમ્યાન દેશમાં આવેલા 492.27 અબજ ડોલર FDI ઇક્વિટી ઇન્ફ્લોના 11.7% છે.

આ પણ વાંચો...

કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget