શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન, હાર્ટ અટેક આવતાં થયું નિધન
શુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.
![ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન, હાર્ટ અટેક આવતાં થયું નિધન Gujarat former Chief Minister Keshubhai Patel passed away after heart attack ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન, હાર્ટ અટેક આવતાં થયું નિધન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/29173529/Keshubhai-patel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. કેશુભાઈ પટેલને ફેફસા અને હૃદયની બીમારીના પગલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા તેઓ કોરોનાગ્રસ્ત પણ થયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યો છે. તેમણે કેશુબાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, તેમના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેશુબાપાના નિધન પર શોક વ્યક્ત કર્યો. પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ કેશુભાઈ પેટલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કેશુભાઈ પટેલના પાર્થિવદેહના અગ્નિસંસ્કાર ક્યાં કરાશે તે થોડીવાર બાદ નક્કી કરાશે.
કેશુભાઈ પટેલનો જૂનાગઢના વિસાવદર ખાતે 24 જૂલાઇ 1928માં જન્મ થયો થયો હતો. 1945માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારકના રૂપમાં જોડાયા હતા. 1975માં ઇમરજન્સી દરમિયાન તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. કેશુભાઈ પટેલ 1995 અને 1998થી 2001 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમજ તેઓ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 1980થી ભાજપના સભ્ય હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)