શોધખોળ કરો

સરકારી ભરતીના ઉમેદવારો માટે સારા સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોના હિતમાં લીધો મહત્વનો નિર્ણય

ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે

સરકારી ભરતીના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે ઉમેદવારોએ જાતિ પ્રમાણપત્રની ચકાસણીના કારણે નોકરીમાં રાહ જોવી પડશે નહીં. ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. જાતિના પ્રમાણપત્રની તપાસ પહેલા જ ઉમેદવારી પત્રની ફાળવણી કરવામાં આવશે. હવે જાતિ પ્રમાણપત્રની ચકાસણી પહેલા જ  ઉમેદવારોને  નોકરી મળશે. ગૌણ સેવા પસંદગી મંડળે આદિજાતિ ઉમેદવારોના હીતમા નિર્ણય લીધો હતો. 

ગૌણ સેવા પસંદગી મંડળે બિનસચિવાલય કલાર્ક તથા ઓફિસ આસિટન્ટની 3 હજાર 901 ઉમેદવારને નિમણૂંક પત્ર સોંપી દીધા છે. ઉમેદવારોના નિમણૂંકની સાથે મંડળ તરફથી જાતિ પ્રમાણપત્રની ચકાસણી થશે. અગાઉ જાતિ પ્રમાણપત્રની ચકાસણીના કારણે ઉમેદવારોને રાહ જોવી પડતી હતી. આદિજાતિ વિસ્તારોના ઉમેદવારોને પડતી મુશ્કેલી દૂર કરવા આ પ્રયાસ થયો છે. મંડળ તરફથી ઉમેદવારોને શરતી નિમણૂંકના કારણે લાભ થશે.

નવી જંત્રી અંગે રાજ્ય સરકારે પોતાના નિર્ણય બદલ્યો, જાણો શું લીધો મોટો નિર્ણય

ગાંધીનગર:  રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જંત્રીના અમલના લઈને મોટો નિર્ણય લીધો છે. જંત્રી દરમાં કરવામાં આવેલો વધારો તારિખ   15/04/2023થી અમલી બનશે. આ પહેલા ફેબ્રુઆરીથી જ અમલી બનવાનો હતો. જો કે હવે સરકારે તેને અપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગઈ કાલે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. તેમાં રાજ્ય અગ્ર સચિવથી લઈને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનિય છે કે બિલ્ડર એસોસિએશન પણ જંત્રીના નવા દરો હાલમાં લાગુ કરવાના વિરોધમાં હતું.

સુરતમાં પ્રેમિકાએ પ્રેમીની બહેન સાથે એવો કાંડ કર્યો કે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

સુરતમાં પુણાગામ ખાતે રહેતી યુવતીએ લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. પરંતુ કોઈ અજાણ્યાએ યુવતીના કન્ફર્મેશન નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબરના ઓટીપીનો ઉપયોગ કરીને બારોબાર તેનું ફોર્મ રદ્દ કરી પરત ખેંચી લેતા તેણીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. સાયબર પોલીસે તેણીની ધરપકડ કરી હતી.

પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય અસ્મીતા છગનભાઈ કાતરીયા મુળ અમરેલીની વતની છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે કાપોદ્રા ખાતે જે.ડી. ગાબાણી કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે. વર્ષ 2021-22ની લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આથી અસ્મિતાએ પણ તેનું ફોર્મ ભરીને સબમીટ કર્યું હતું. આ ફોર્મમાં તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો હતો. ત્યારબાદ તારિખ 4 જાન્યુઆરી 2022ના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની પાસે રાજકોટ શહેર ખાતે યોજાઈ હતી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં અસ્મિતા પાસ થઈ હતી.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવતા તારિખ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલીસ તાલીમ સેન્ટર ગાંધીનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા. ત્યારબાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા માટે ઓજશ ઉ૫૨ એપ્લીકેશન મુકવામાં આવી હતી. જેમાં ઓટીપી બેઝ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યા બાદ જ ફોર્મ પાછા ખેંચી શકાય છે. કોઈ અજાણ્યાએ એલઆરડી ગુજરાત 2021.ઇન ઉપરથી લોકરક્ષક ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસંદગી માટેના હક્કને જતો કરવા અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં અરજીનો કન્ફર્મેશન નંબર લખી અસ્મિતાના નામની વિગતો લખી બનાવતી સહી કરી હતી અને ગઈ 8 ઓક્ટોબર 2022 ના રાત્રે અસ્મિતાના કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ઓટીપી મેળવી લઈ તેમની ઉમેદવારી રદ ક૨વા અરજી અપલોડ કરી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bihar: PM મોદીએ પટના ગુરુદ્વારામાં શિશ નમાવ્યું, લોકોને પોતાના હાથે લંગર પીરસ્યુંGujarat Police: PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર,  હસમુખ પટેલે આપી જાણકારીAmreli: Amreli: દિલીપભાઈએ મને વટથી જીતાડ્યો: મંચ પરથી જયેશ રાદડિયાનો હુંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
Career Options After 12th: ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પછી આ છે કરિયર વિકલ્પ
Career Options After 12th: ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પછી આ છે કરિયર વિકલ્પ
Exclusive: મણિશંકરના નિવેદન પર અમિત શાહનો પ્રહાર, કહ્યુ- શું આપણે પરમાણુ બોમ્બના ડરથી POK જવા દઇએ?
Exclusive: મણિશંકરના નિવેદન પર અમિત શાહનો પ્રહાર, કહ્યુ- શું આપણે પરમાણુ બોમ્બના ડરથી POK જવા દઇએ?
Job Offer Scam: પાર્ટ ટાઈમ જોબ શોધવી મહિલાને ભારે પડી, ટાસ્ક ફ્રોડમાં 54 લાખ રૂપિયા ગુમાવ્યા
Job Offer Scam: પાર્ટ ટાઈમ જોબ શોધવી મહિલાને ભારે પડી, ટાસ્ક ફ્રોડમાં 54 લાખ રૂપિયા ગુમાવ્યા
Embed widget