શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાને લઈને ગુજરાત સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો
ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આ માટેનું પોર્ટલ તૈયાર થશે જેના પર ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે
ગાંધીનગરઃ ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આ માટેનું પોર્ટલ તૈયાર થશે જેના પર ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે. આજથી આ પોર્ટલ પર લોકોએ ઓનલાઇન અરજી કરવાની છે. તેમજ સાતમી માર્ચથી લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લક્ઝરી બસમાં મોકલવામાં આવશે. જોકે, આ માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.
વતન જવા કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન?
- પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી પડશે. મંજૂરી મળ્યા પછી પરમીશન મળશે.
- જેમને મંજૂરી મળી છે તે તમામ લોકોને ફરજિયાત મેડિકલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે.
- ચેક પોસ્ટ પર સહી સિક્કા કર્યા પછી વતન મોકલાશે
- મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવું પડશે.
- સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.
- શરદી- ઉધરસ- શ્વાસ લેવામાં તકલીફ નહીં હોય તેમને જ વતન જવાની પરમીશન અપાશે.
- વતનમાં પણ ઘરે જતાં પહેલા આરોગ્ય તપાસ થશે.
- હોમ ક્વોરેન્ટાઇન કે ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં ફરજિયાત 14 દિવસ રહેવું પડશે.
- 45 દિવસ જે તે જગ્યાએ રહેવાનું રહેશે. આ પહેલા વતન છોડી શકશે નહીં.
- કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં રહેતા ન હોય તેમને જ પરવાનગી અપાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement