શોધખોળ કરો
ખેડૂતો માટે ગુજરાત સરકાર આજે કરી શકે છે મોટી જાહેરાત? જાણો વિગત
રાજ્ય સરકાર ખેડૂતોને રાહતરૂપ કોઈ જાહેરાત કરી શકે છે. મીડિયા અહેવાલના પ્રમાણે ખરીફ પાક નુકસાનીના કિસ્સામાં બેને બદલે ચાર હેક્ટર સુધી સહાય આપવામાં આવી શકે છે

ગાંધીનગર: ગુજરાત સરકાર આજે ખેડૂતો માટે મોટી જાહેરાત કર તેવી સંભાવના છે. નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીની હાજરીમાં મુખ્યમંત્રી આજે સવારે 11 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. જેમાં રાજ્યના ખેડૂતો માટે જાહેરાત કરી શકે છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે ખેતી અને જમીનને નુકસાન થયું છે. આ સાથે કોરોના મહામારીના પગલે ખેડૂતો પણ કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને રાહતરૂપ કોઈ જાહેરાત કરી શકે છે. મીડિયા અહેવાલના પ્રમાણે ખરીફ પાક નુકસાનીના કિસ્સામાં બેને બદલે ચાર હેક્ટર સુધી સહાય આપવામાં આવી શકે છે તો પાક નુકસાનીના કિસ્સામાં હેક્ટર દીઠ 20 હજારથી વધુ સહાય આપવાની જોગવાઈ કરવામા આવી શકે છે. તેવા પણ મીડિયામાં અહેવાલ ચાલી રહ્યા છે. ગુજરાત સરકાર આજે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે ખેતી અને જમીનને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત કોરોના મહામારીના પગલે ખેડૂતો પણ કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને રાહતરૂપ કોઈ જાહેરાત કરી શકે છે.
વધુ વાંચો





















