શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, કોરોના માટે કારગત ગણાતી આ દવા દર્દીઓને અપાશે મફત
મુંબઈમાં કોરોનાના દર્દીઓને અપાતું 'ટોસિલિજુમૈબ' નામનું ઈંજેક્શન ગુજરાતના દર્દીઓને અપાશે. એક ઇંજેક્શનની કિંમત 35 હજાર રૂપિયા થાય છે. પરંતુ ગુજરાતના દર્દીઓને આ વિનામૂલ્યે આપવામાં આવશે.
ગાંધીનગરઃ કોરોનાના દર્દીઓને સાજા થવામાં કારગત સાબિત થઈ રહેલી દવા હવે ગુજરાતના દર્દીઓને પણ આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, મુંબઈમાં કોરોનાના દર્દીઓને અપાતું 'ટોસિલિજુમૈબ' નામનું ઈંજેક્શન ગુજરાતના દર્દીઓને અપાશે. તેમણે જણાવ્યું હતું કે, આ એક ઇંજેક્શનની કિંમત 35 હજાર રૂપિયા થાય છે. પરંતુ ગુજરાતના દર્દીઓને આ વિનામૂલ્યે આપવામાં આવશે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે મુંબઈની બે સરકારી હોસ્પિટલોએ કોરોના સામે લડવાની આશા જગાવી છે. આ હોસ્પિટલમાં એક દવાનો પ્રયોગ ખૂબ અસરકારક નીવડ્યો છે. તેમજ આ દવાને કારણે ગંભીર દર્દીઓની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. 'ટોસિલિજુમૈબ' નામના ઈંજેક્શનથી 30 ગંભીર દર્દીઓની હાલતમાં સુધારો આવ્યો છે.
પ્લાઝ્મા થેરાપીના પ્રયાસો પછી બીએમસીએ મુંબઈની અનેક હોસ્પિટલોમાં કોવિદ-19ના ગંભીર દર્દીઓના ઉપચાર માટે એક નવી દવાનો પ્રયોગ શરૂ કર્યો છે. બીએમસીએ જાહેરાત કરી છે કે, 'ટોસિલિજુમૈબ' નામના ઇંજેક્શન ગંભીર દર્દીઓને અપાઈ રહ્યા છે. આ ઇંજેક્શન આપ્યા પછી તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે.
બીએમસીએ જણાવ્યું છે કે, મુંબઈમાં બીએમસી મેડિકલ કોલેજ, સાયન હોસ્પિટલ, નાયર હોસ્પિટલ, કેઇએમ અને સેવન હિલ્સ હોસ્પિટલમાં 'ટોસિલિજુમૈબ' ઇંજેક્શન દર્દીઓને અપાઈ રહ્યા છે. અત્યાર સુધી 40 દર્દીઓ પર આનો પ્રયોગ કરાયો છે. આ તમામ લોકોની હાલત ગંભીર હતી અને તેમાંથી 30થી વધુ દર્દીઓની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. કેટલાક દર્દીઓની સારવાર પહેલા થઈ ચૂકી છે અને તેઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે. આ દવાને કારણે દર્દીઓની તબિયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે.
'ટોસિલિજુમૈબ' નામની આ દવા હાલ ચર્ચાનો વિષય બની છે. દુનિયાભરાં અનેક હોસ્પિટલો અને મેડિકલ એસપર્ટસે આ દવા રેકેમન્ડ કરી છે. આ પછી બીએમસીએ તેનો ઉપયોગ શરૂ કર્યો અને તેનાથી ઘણો ફાયદો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement