કેબિનેટમાં પોલીસ ગ્રેડ પેને લઈને લેવાઈ શકે છે મોટો નિર્ણય, જાણો બીજા કયા મુદ્દે થશે ચર્ચા?
પોલીસ ગ્રેડ પે મામલે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. ગ્રેડ પે મામલે ચાલી રહેલા ઓનલાઇન આંદોલન, પોલીસ કર્મચારીઓની માંગ અને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલા પગલાં પર ચર્ચા થશે.
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક શરૂ થઈ છે. પોલીસ ગ્રેડ પે મામલે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. ગ્રેડ પે મામલે ચાલી રહેલા ઓનલાઇન આંદોલન, પોલીસ કર્મચારીઓની માંગ અને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલા પગલાં પર ચર્ચા થશે. ગૃહ વિભાગ દ્વારા તહેવારોના સમયે કોવિડ પ્રોટોકોલ અને છૂટછાટ બાબતે ચર્ચા થશે.
આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ કેસ, હાલ ચાલી રહેલા વેકસીનેશન તથા 18 વર્ષ થી નીચેના બાળકોના વેકસીનેશનની તૈયારીઓ સંદર્ભે ચર્ચા થશે. આગામી દિવસોમાં મગફળી ખરીદી, ખેડૂતોને રાહત સહાય સહિતના મુદ્દા પર પણ ચર્ચા થશે. તેલીબિયાં પાકોના ભાવો નિયંત્રણમા લેવા સંદર્ભે પણ ચર્ચા થશે. રાજ્યમાં ખેડૂતોને અપાતી વીજળી અને વીજળી સંકટ સંદર્ભે પણ સમિક્ષા થશે.
રાજ્ય સરકારની હાલ ચાલી રહેલી યોજનાઓ અને નવી યોજનાઓના અમલીકરણ તથા નીતિવિષયક બાબતો પર ચર્ચા થશે.
પોલીસ ગ્રેડ પેને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દે ગૃહ વિભાગની બેઠક મળી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠક મળી. બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી આશિષ ભાટિયા, અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ રાજીવકુમાર ગુપ્તા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠક પછી બ્રિજેશ ઝા, આઈજીપી વહીવટે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રીએ પે ગ્રેડ અંગેની તમામ જાણકારી એકઠી કરી. પોલીસકર્મીઓને કેટલો પગાર મળે છે તેની જાણકારી આપવામાં આવી છે. પોલીસ કર્મચારીઓની તકલીફ અંગે પણ સમીક્ષા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની ફરિયાદ માટે પોલીસ વિભાગમાં સિસ્ટમ બનેલી છે. દાદ ફરિયાદ વિભાગ પાસે ફરિયાદ નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં વિરોધ કેમ તેની ચર્ચા થઈ. કોઈ પણ રાજ્યમાં કોન્સ્ટેબલને 4200 ગ્રેડ પે અપાતો હોય તેવું ધ્યાનમાં નથી આવ્યું. તમામ પ્રકારના મુદ્દાઓને લઈને પ્રાથમિક ચર્ચા થઈ. અલગ અલગ રાજ્ય પાસેથી કોન્સ્ટેબલના ગ્રેડ પે અંગેની માહિતી મેળવાઈ. ગુજરાતમાં ગ્રેડ પે નહીં, પરંતુ સાતમા પગાર પંચ પ્રમાણે પગાર ચૂકવાય છે. કોઈની પણ સામે શિસ્ત ભંગના પગલા લેવાશે કે નહીં તે અંગે ચર્ચા થશે. રિપોર્ટ મેળવ્યા બાદ કોઈપણ સામે કાર્યવાહી કરવી કે નહીં તે નક્કી થશે. અત્યારે પગરા માટે ચર્ચા કરવામાં આવી, ભથ્થા અંગે આગળ ચર્ચા કરાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે 48 ઇન્ટરસેપટર વિહીલ આજે રાજ્ય સરકારને મળ્યા છે. 44 જેટલી હાઇવે પેટ્રોલીગ વાન આજે પોલીસ વિભાગમાં સામેલ થઈ છે. બીજી 1100 નવું ગાડીઓ પોલીસ વિભાગ માટે ખરીદવામાં આવશે. ગ્રેડ પે મુદ્દે ગુજરાત પોલીસ દ્વારા એક સ્ટેટમેન્ટ આપી દેવામાં આવ્યું છે. રાજ્યના કોઈ પણ વિષય યોગ્ય રીતે અમારી પાસે મુકેલા હોય ત્યારે તે વિષયને અમે ખૂબ પોઝિટિવ રીતે લેતા હોય છે.
પોલીસ વિભાગના જવાનોની ગ્રેડ પેની માગણી અંગે નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. વિપરીત સમયમાં પણ કામ કરતા ખાખીના જવાનોને સમર્થન કરીએ છીએ. સામાન્ય પ્રજા આજે ભયના ઓથાર નિચે ડરી રહ્યો છે. સત્તાધીશો પોલીસ પાસે પટ્ટાવાળાની જેમ કરાવે છે. અમે પટ્ટાવાળા નહી પણ એક જવાન છીએ. હેડ કોન્સ્ટેબલ , કોન્સેટબલ, એ એસ આઇ ગ્રેડ માંગ યોગ્ય છે. હું અને કોંગ્રેસ કાર્યકર્તા પોલીસ જવાન માગણી સમર્થનમાં છું. મોંઘવારી વધી છે પણ વ્યાજબી માંગ સ્વિકાર કરાય. સરકાર પોલીસને પટ્ટાવાળા સમજે છે. વિધાનસભાના પગથિયા પર બેસી હાર્દિકે પોતાની ખુમારી બતાવી. કોંગ્રેસ હાર્દિક જેવા અનેક યુવા પોલીસ સાથે છે. ખાખીની ખુમારી વંદન કરુ છું.