શોધખોળ કરો

પોલીસ વિભાગમાં 3 મહિનામાં ૨૭,૮૪૭ની ભરતી કરવા ગુજરાત સરકારનો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે, એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ.  

ગાંધીનગરઃ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે કોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે, એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ.  

ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ગૃહ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તા.૧૯.૯.ર૦ર૧ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષશ્રીઓ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમિક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યાં છે. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત ૨૭૮૪૭ જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.  

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે. આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ બળવત્તર બનશે. 

સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં ક્યાં ક્યાં નવરાત્રિમાં શેરી ગરબા નહીં કરી શકાય? જાણો વિગત

રાજકોટ: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસો વધવા લાગતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત પછી રાજકોટ કોર્પોરેશન પણ કોરોનાના કેસો વધતાં હરકતમાં આવ્યું છે તેમજ નવરાત્રિમાં ગરબા રમવા મુદ્દે નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. રાજકોટ  મનપા કમિશનરે આદેશ કર્યો છે. રાજકોટમાં જ્યાં કોરોના પોઝિટિવ કેસ આવશે એ વિસ્તાર કન્ટેનટમેન્ટ ઝોન જાહેર કરવામા આવશે તેમજ ત્યાં શેરી ગરબા ને મન્જુરી નહિ મળે. નોંધનીય છે કે, આ પ્રકારનો આદેશ સુરત કોર્પોરેશન દ્વારા પણ જાહેર કરવામાં આવ્યો છે. 

રાજ્યમાં સુરત અને અમદાવાદમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિયમને કારણે 6426 લોકો નવરાત્રિની ઉજવણી નહીં કરી શકે. જ્યારે સુરતમાં અત્યારે સૌથી 47 એક્ટિવ કેસ છે. આ પછી અમદાવાદમાં 40 એક્ટિવ કેસ છે. તો વલસાડમાં 33 અને વડોદરામાં 25 એક્ટિવ કેસ છે. 

સુરત શહેરમાં હાલ 69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયેલા છે. નવરાત્રિમાં પહેલા કોરોનાના વધતા કેસો પાલિકા માટે પડકાર છે.  ભરથાણામાં એક જ પરિવારના 2 બાળકો સહિત 6 પોઝિટિવ છે. રાંદેરમાં પણ માતા-પિતા અને પુત્રને ચેપ છે. બાળકોમાં કોરોના સંક્રમણનો રેશિયો 15 ટકા સુધી પહોંચી ગયો. રાંદેરમાં મહિનામાં જ 40માંથી 8 બાળકો સંક્રમિત થયા છે. ​​​​​​​તહેવાર ટાણે​​​​​​​ સોસાયટીમાં ભેગા થયાં હોવાની હિસ્ટ્રી સામે આવી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા
સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Guy Whittall: પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યું હુમલો,પાલતુ કૂતરાએ બચાવ્યો જીવ, લોહીથી લથબથ તસવીર વાયરલ
Guy Whittall: પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યું હુમલો,પાલતુ કૂતરાએ બચાવ્યો જીવ, લોહીથી લથબથ તસવીર વાયરલ
Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?
Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । દારૂની ખેપ મારવાના નવા કીમિયાનો થયો પર્દાફાશ, જુઓ સમગ્ર મામલોGujarat Weather Update । રાજ્યમાં કાળઝાળ ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહીAhmedabad News । વસ્ત્રાપુરમાં થયેલ જૂથ અથડામણને લઇ મોટા સમાચારJunagadh Politics । જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા
સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Guy Whittall: પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યું હુમલો,પાલતુ કૂતરાએ બચાવ્યો જીવ, લોહીથી લથબથ તસવીર વાયરલ
Guy Whittall: પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યું હુમલો,પાલતુ કૂતરાએ બચાવ્યો જીવ, લોહીથી લથબથ તસવીર વાયરલ
Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?
Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?
Lok Sabha Election 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ, ECIએ ભાજપ-કોંગ્રેસ પાસેથી માંગ્યા જવાબ
Lok Sabha Election 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ, ECIએ ભાજપ-કોંગ્રેસ પાસેથી માંગ્યા જવાબ
‘જૂનાગઢ બેઠક પર કદાચ પાંચ લાખની લીડ ના પણ મળે’, BJPના ધારાસભ્યની જાહેરમાં કબૂલાત
‘જૂનાગઢ બેઠક પર કદાચ પાંચ લાખની લીડ ના પણ મળે’, BJPના ધારાસભ્યની જાહેરમાં કબૂલાત
KBC 2024 Registration: KBCથી તમે પણ બનવા માંગો છો કરોડપતિ? જાણો કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન
KBC 2024 Registration: KBCથી તમે પણ બનવા માંગો છો કરોડપતિ? જાણો કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન
Lok sabha Election 2024 Live Update: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ
Lok sabha Election 2024 Live Update: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ
Embed widget