શોધખોળ કરો

Gujarat Love jihad Bill: કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનના કયા નિવેદન પર ભાજપના ધારાસભ્યોએ પાટલી થબથબાવી?

ગેનીબેન ઠાકોરે પોતાના પ્રવચનમાં આ કાયદામાં આવા પ્રેમલગ્નમાં માતા-પિતાનીમંજૂરી ફરજિયાત કરવાની માંગણી કરી છે. આવા લગ્નમાં જે ગામની છોકરી હોય તે જ ગામના પાંચ સાક્ષી ફરજિયાત હોવા જોઈએ તેવી જોગવાઈ કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનની વાત સાંભળીને ભાજપના ધારાસભ્યોએ પણ પાટલી થબથબાવી આવકાર આપ્યો હતો.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ કરાયું હતું. લવ જેહાદના કાયદા પર કોંગ્રેસના ધારાસભ્ય ગનીબહેન ઠાકોરના ભાષણને  ભાજપના ધારાસભ્યોએ પણ આવકાર્યું હતું. ગેનીબેન ઠાકોરે પોતાના પ્રવચનમાં આ કાયદામાં આવા પ્રેમલગ્નમાં માતા-પિતાનીમંજૂરી ફરજિયાત કરવાની માંગણી કરી છે. 

આવા લગ્નમાં જે ગામની છોકરી હોય તે જ ગામના પાંચ સાક્ષી ફરજિયાત હોવા જોઈએ તેવી જોગવાઈ કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનની વાત સાંભળીને ભાજપના ધારાસભ્યોએ પણ પાટલી થબથબાવી આવકાર આપ્યો હતો.

ગુજરાતમાં લવ જિહાદ (Love Jihad) પર કાયદો બનવાનો છે. સરકાર લગ્ન માટે બળજબરી ધર્મપરિવર્તન કરાવનાર વિરૂદ્ધ કાયદો બનાવવા જઇ રહી છે. તેના માટે ગુજરાત સરકાર વિધાનસભા (Gujarat Assembly) સત્ર દરમિયાન એક બિલ રજૂ થઈ ચુક્યું છે. બિલને (Gujarat Love Jihad Bill) મંજૂરી મળતાં જ લવ જિહાદ પર કાયદો બનાવનાર ગુજરાત  (Gujarat) ત્રીજું રાજ્ય બનશે.

આજનું ધર્માંતરણ  આવતી કાલનું રાષ્ટ્રતરણ

બિલ પર ચર્ચા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja) કહ્યું કે, આજનું ધર્માંતરણ એ આવતી કાલનું રાષ્ટ્રતરણ છે. જેને અટકાવવા માટે અમે આ કાયદો લાવી રહ્યાં છીએ. યુવક નાડાછડી પહેરીને આવે જેથી યુવતીને હિન્દુ લાગે છે, હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ ધર્મમાં માનતો હોવાનું પ્રસ્થાપિત કરે છે. ધર્મ પરિવર્તન કરાવવાનો યુવકનો આશય છે. ધર્મ પરિવર્તન બાદ યુવતીને પાછા ફરવાનો કોઈ રસ્તો મળતો નથી હોતો, જેથી ઘણી યુવતીઓ આત્મહત્યા (Suicide) પણ કરે છે.

યુવતીઓનો જેહાદી અને આતંકી પ્રવૃતિઓમાં પણ ઉપયોગ

કેરળમાં ચર્ચના રિપોર્ટને ટાંકીને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું ધર્માણતર બાદ યુવતીઓનો જેહાદી અને આતંકી પ્રવૃતિઓ માં પણ ઉપયોગ થઈ રહ્યો છે.  મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા તથા પાકિસ્તાન માં પણ કાયદો છે જેમાં સજા ની અલગ અલગ જોગવાઈ છે. લવ જેહાદ માટેનો કાયદો લાવવો એ અમારો રાજકીય હેતુ નથી,  અમારી વ્યથા છે જેનાં કારણે અમે આ કાયદો બનાવી રહ્યાં છીએ.

ચોક્ક્સ સમાજની દીકરીઓ ટાર્ગેટઃ હર્ષ સંઘવી

લવ જિહાદના વિધેયક અંગે સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું, સમાજમાં ઉધઇની માફક ઓર્ગેનાઇઝ ક્રાઇમ ફેલાઇ રહ્યું છે. ચોકક્સ સમાજની દીકરીઓને ટાર્ગેટ બનાવે છે. હિન્દુ નામ ધારણ કરી સગીર વયની દીકરીઓનો ટાર્ગેટ બનાવે છે.  હિન્દુ નામ ધારણ કરી સગીરાઓન ભોળવવામાં આવી હોવાના અનેક કિસ્સા સમાજમાં બન્યા છે. જેના માટે આ કાયદો બને તે જરૂરી છે.

ધર્મ પરિવર્તન કરાવવા માટે પાંચ વર્ષ સુધીની સજા તથા બે લાખ રૂપિયાનો દંડ હશે. કિશોર છોકરીના કેસમાં સાત વર્ષની સજા અને ત્રણ લાખ રૂપિયાનો દંડ હશે, ગુજરાતમાં 2003 માં ગુજરાત ફ્રીડમ ઓફ રિલીઝન એક્ટ બનાવવામાં આવ્યો હતો, જેમાં 2006 માં પહેલીવાર ફેરફાર કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget