શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારના કયા મંત્રીના પુત્રને પણ લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
મંત્રી રમણ પાટકરના 41 વર્ષીય પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઉમરગામ ખાતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
ગાંધીનગરઃ રાજ્ય કક્ષાના વનમંત્રી રમણ પાટકરના પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 41 વર્ષીય પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઉમરગામ ખાતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. નોંધનીય છે કે, છ દિવસ પહેલા રમણ પાટકરને કોરોના પોઝિટિવ આવ્યો હતો. હાલ મંત્રી રમણ પાટકર અમદાવાદની યુ એન મહેતા હાર્ટ ઇન્સ્ટિઈટયૂટમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ભાજપ-કોંગ્રેસના કેટલાય નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાંથી મોટા ભાગના નેતાઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. આજે ભાજપના અન્ય એક નેતા અને પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓ માજલપુરની ગ્લોબલ હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement