મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાને મળી બેઠકઃ પ્રાથમિક સ્કૂલો મુદ્દે લેવાઇ શકે મોટો નિર્ણય
5 સપ્ટેમ્બરે પીએમ મોદીના સંભવિત ગુજરાત પ્રવાસ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ધોરણ 6 થી8 ના વર્ગો શરૂ કરવા બાબતે પણ ચર્ચા થઇ હોવાની સંભાવના છે.
ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની શિક્ષણ વિભાગ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ વિભાગના મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. 5 સપ્ટેમ્બરે પીએમ મોદીના સંભવિત ગુજરાત પ્રવાસ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ધોરણ 6 થી8 ના વર્ગો શરૂ કરવા બાબતે પણ ચર્ચા થઇ હોવાની સંભાવના છે.
અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્કૂલો શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ પછી આ બાબતે નિર્ણય કરવામાં આવશે.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 1 લી ઓગસ્ટ થી 9 ઓગસ્ટ દરમિયાન કરેલ કામો અને ખાત મુહુર્ત અંગે સેવા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. 2 ઓગસ્ટ ના રોજ 433 સેવા સેતુ કાર્યક્રમ થયા. 21 લાખ કરતા વધુ લોકો એ સેવા યજ્ઞ મા લાભ લીધો.
તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રને સીએમએ અભિનંદન આપ્યા છે. 15મી ઓગસ્ટ બાદ વધુ શાળાઓના ક્લાસ ખોલવા માટે વિચારણા કરવામાં આવશે. તબક્કાવાર શાળાઓ ખોલવા મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું 15 મી ઓગસ્ટ બાદ શાળાઓના નીચેના ધોરણોના કલાસ શરૂ કરવા સંદર્ભે નિર્ણય લઈશું. અન્ય રાજ્યો કરતા વધુ સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. માછીમારો, મીઠાના અગરિયાને ક્યારેય રાહત આપવામાં આવી નહોતી એ અમે આપી છે. હવે રી સર્વે ની કોઈ કામગીરી કરવામાં આવશે નહિ. સમયસર બધી જ રાહત મળી છે. અમારા સર્વેમા અમે ભાજપ કોંગ્રેસ ક્યારેય જોયું નથી. ગજેરા સ્કૂલ મા નોટિસ આપવામાં આવી છે નોટિસ નો જવાબ આવ્યા બાદ આગળ કાર્યવહી કરવામાં આવશે.