રૂપાણી સરકારે ગુજરાતના ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય? જાણીને થઈ જશો ખુશ
રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.૭મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે. બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે.

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના હિતમાં વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.૭મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે.
હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે.
ગુજરાતના લોકો માટે મોટા રાહતના સમાચાર, કઈ તારીખથી ફરી વરસાદી સિસ્ટમ થશે સક્રીય?
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અમુક વિસ્તારોને બાદ કરતાં વરસાદે વિરામ લીધો છે. બીજી તરફ ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કરી દીધું હોવાથી વગર વરસાદે તેમનો પાક બળી જવાની ભીતી છે, ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ શરૂ થઈ છે.
આગામી 11 જુલાઈના બંગાળની ખડીમાં લો પ્રેશર સક્રિય થવાનું અનુમાન છે. 10 જુલાઈથી વરસાદની એક્ટિવિટી વધશે. આગામી 4 સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, ગરમી યથાવત રહશે.
સૌરાષ્ટ્રના 5 શહેરો માટે મોટા ખુશીના સમાચાર, PGVCL નાંખશે અંડર ગ્રાઉન્ડ કેબલ
રાજકોટઃ તાઉતે વાવાઝોડા બાદ પીજીવીસીએલે બોધપાઠ લીધો છે. હવે રાજકોટ સહિત પાંચ શહેરોમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવામાં આવશે. તાઉતે વાવાઝોડામાં 1400 કરોડનું નુકસાન થયું હતું. ત્યારે બીજી વખત આટલી મોટી નુકસાની ન ભોગવવી પડે એટલા માટે આ નિર્ણય લેવાયો છે. અંડરગ્રાઉન્ડ કેબલથી વીજ વિક્ષેપની ઘટનાઓ ઘટશે. લોકોને અવિરત વીજ પ્રવાહ મળી શકશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના શહેરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
PGVCLના એમ.ડી ધીમત વ્યાસે મોટું નિવેદન આપ્યું હતું. અન્ડર ગ્રાઉન્ડ વાયરિંગ નાખવામાં આવશે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે એક એક ટાઉનમાં વાયરો નાખવાની વિચારણા છે. અંદાજિત 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વાયરો અન્ડર ગ્રાઉન્ડ નાખવાથી કોઈપણ શહેરનું બ્યુટીફિકેસન વધશે. સાથે વીજ અકસ્માતો અને શોર્ટસર્કિટ નહિવત થશે.




















