(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના કાળમાં આ ડોક્ટરો સરકારનું નાક દબાવવા ઉતર્યા હડતાલ પર, જાણો શું શું છે તેમની માગણીઓ ?
ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનનાં હોદ્દેદારોની બેઠક મળશે.
ગાંધીનગરઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે અમદાવાદમાં સતત બીજા દિવસે ગુજરાત ટીચર્સ મેડિકલ એસોસિએશનની હડતાળ યથાવત છે. એડિશનલ સુપરિટેનડેન્ટ, વિભાગીય વડા સહિતના સિનિયર તબીબો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે.
રાજ્યની 6 મેડીકલ કોલેજના 1700 સિનિયર શિક્ષક તબીબો હડતાળ ઉપર છે. પોતાની અલગ અલગ સાત માંગ પૂર્ણ કરવા આજથી તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે. ગાંધીનગર ખાતે સિનિયર ડોકટરનું જૂથ રજુઆત માટે જશે.
તબીબ શિક્ષકોની પડતર માંગણીને લઇને હડતાળ મુદ્દે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનનાં હોદ્દેદારોની આજે રાજય સરકાર સાથે મંત્રણા થશે. ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનનાં હોદ્દેદારોની બેઠક મળશે. રાજ્ય સરકાર દ્વારા તબીબો શિક્ષકોની પડતર માંગણીઓને લઈ ચર્ચા કરાશે.
15 જેટલી પડતર માંગણીને લઇને તબીબ શિક્ષકોએ હડતાલની ચીમકી આપી છે. 2008થી 15 માંગણીઓ પેન્ડિંગ રહેલી છે. સાતમા પગાર પંચના લાભથી પણ 1700 જેટલા ડોક્ટરો વંચિત રહેલા છે.
માંગણીઓ-
- તમામ એડહોક મેડિકલ ટીચર્સની સેવા વિનિયમિત કરવામાં આવે.
- રેગ્યુલર મેડિકલ ટીચરના બાકી રહેલી સેવા નિયમિત અને સેવા સળંગના ઓર્ડર કરવા.
- વર્ષ 2013 થી 7 માં પગારપંચ મુજબ NPA મંજુર કરવા.
- CAS સાથે નામાભિધાનની 2017થી પડતર ફાઇલનો આદેશ.
- HAGના બાકી રહેલા ઓર્ડર કરવામાં આવે.
-પડતર રહેલી DPCના ઓર્ડર કરવામાં આવે.
- રાજ્યમાં કલાસ 1 અધિકારીની જેમ એક વખત ફીડર કેડરમાં GPSC લેવામાં આવે બાદમાં તમામ જગ્યા DPC અનુસાર ભરવામાં આવે.
રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 13021 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 16, સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7, રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3884, સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638, રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ 8 કેસ સાથે કુલ 12545 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.