(Source: ECI/ABP News/ABP Majha)
રૂપાણી સરકારે 4 દિવસમાં જ લગાવી ગુલાંટ, ટ્રાન્સફ કરી હતી એના બે કલેક્ટરને પાછા એ જ જિલ્લામાં મૂક્યા
કચ્છ અને પંચમહાલ કલેકટર બદલાયા છે. પહેલા કચ્છ કલેકટર પ્રવિણા ડીકેને પંચમહાલ મુકાયા હતા જેને ફરી કચ્છ મુક્યા છે. જ્યારે પંચમહાલ કલેકટર સુજલ મ્યાત્રાને કચ્છ મુકાયા હતા જેને ફરી પંચમહાલ મુકાયા છે.
ગાંધીનગરઃ ફરી એકવાર આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. ૭૭ આઈએએસ અધિકારીઓની બદલી બાદ ફરી ફેરબદલ કરી છે. કચ્છ અને પંચમહાલ કલેકટર બદલાયા છે. પહેલા કચ્છ કલેકટર પ્રવિણા ડીકેને પંચમહાલ મુકાયા હતા જેને ફરી કચ્છ મુક્યા છે. જ્યારે પંચમહાલ કલેકટર સુજલ મ્યાત્રાને કચ્છ મુકાયા હતા જેને ફરી પંચમહાલ મુકાયા છે. બે દિવસ પહેલા કે રાજેશને ગૃહ વિભાગમાંથી બદલી સામાન્ય વહીવટ વિભાગમા મુકાયા હતા. ચાર્જ સભાળ્યાના 4 દિવસમાં કલેકટરની અરસ પરસ બદલી થઈ જતા તર્ક વિતર્ક તેજ થઈ છે.
તાજેતરમાં જ ગુજરાત સરકારે 77 આઇએએસ અધિકારીઓની સાગમટે બદલી કરી હતી. આ સમયે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશની પણ બદલી કરવામાં આવી હતી. જોકે, માત્ર એક જ અઠવાડિયામાં તેમની ફરી બદલી કરવામાં આવી છે. કે. રાજેશને ગૃહ વિભાગમાથી હટાવીનેમાન્ય વહીવટ વિભાગમા મુકાયા છે. એક અઠવાડિયા પહેલા જ સુરેન્દ્રનગર કલેક્ટરથી ગૃહ વિભાગમા જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી કરાઈ હતી. હવે ફરી પાછા ગૃહ વિભાગનાં જોઈન્ટ સેક્રેટરીથી સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે.
'ગુજરાતમાં ફક્ત 2.23 ટકા લોકોને કોરોનાના બંને ડોઝ અપાયા, સરકાર નૌટંકી છોડે ને રસીકરણ પર ધ્યાન આપે'
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાને પગલે સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ રસીકરણ મહાભિયાન હાથ ધરાયું હતું. જોકે, થોડા જ દિવસોમાં રસીની અછત સર્જાવા લાગી છે. ત્યારે ગુજરાતમાં કોરોના રસીકરણને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, રસીકરણની નૌટંકી પછી પણ ગુજરાતમાં ફક્ત 2.23 ટકા લોકોએ જ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે. રસીકરણ સેન્ટર બંધ પડ્યા છે. લોકો ધક્કા ખાઈને રસી લીધા વગર જ પરત ફરી ર્હયા છે. સરકાર હવે નૌટંકી છોડે અને રસીકરણ પર ધ્યાન આપે.