શોધખોળ કરો
Advertisement
ગુજરાત વિધાસનભાની કેન્ટીનના ભોજનમાં જીવડું નીકળ્યું, તસવીરો થઈ વાયરલ
સોમવારે બપોરે વિધાનસભાની કેન્ટીનમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. તે સમયે એક થાળીમાં મૂકેલી દાળમાં જીવડું નીકળ્યું હતું. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે વિધાસનભા ગૃહમાં જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે વિધાસનભાની કેન્ટીનમાં જ્યાં મોટા અધિકારીઓ અને નેતાઓ જમે છે એ કેન્ટીનના ભોજનમાં જીવડું નિકળ્યું હતું. આ ઘટના બાદ ગાંધીનગર ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ શરૂ કરી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોમવારે બપોરે વિધાનસભાની કેન્ટીનમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. તે સમયે એક થાળીમાં મૂકેલી દાળમાં જીવડું નીકળ્યું હતું. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
આ મુદ્દે કેન્ટીનના મેનેજરને ફરિયાદ કરવામાં આવી તો તેણે સ્વીકારીને કહ્યું હતું કે, દાળમાં જીવડું હતું. પરંતુ તેણે એવું પણ કહ્યું હતું કે, શક્ય છે કે આ જીવડું ટેબલ પરથી દાળમાં પડ્યું હશે. અમે ખાદ્ય સામગ્રીની તમામ ચોક્કસાઈ જાળવીએ છીએ.
ફૂડ વિભાગે કેન્ટિનના ફૂડની ગુણવત્તાની સાથે સફાઈ અને અન્ય બાબતોની પણ ચકાણી કરી છે. આ મુદ્દે કેન્ટીન સંચાલકોને નોટિસ પણ ફટકારી છે તેવું જાણવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement