ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસ્તીમાં વધારો, સરકારે 2025ના આંકડાઓ જાહેર કર્યા
Lions Population: ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસ્તીના લેટેસ્ટ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા

ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસ્તીના લેટેસ્ટ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં વર્ષ 2025માં સિંહોની વસ્તીમાં વધારો થયો હતો. ગુજરાત સરકારે એશિયાટિક સિંહોની વસ્તીના આંકડા જાહેર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંહોની ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. સરકારના આંકડા અનુસાર, 2025માં સિંહોની સંખ્યા વધીને 891 પર પહોંચી હતી.
Population of Asiatic lions in Gujarat rose from 674 to 891 as per 2025 census: Chief Minister Bhupendra Patel
— Press Trust of India (@PTI_News) May 21, 2025
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે એશિયાટિક સિંહ ગુજરાતની આન-બાન- સાન છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સિંહની ગણતરી કરાઈ છે. સિંહોના સંવર્ધનના સરકારના પ્રયાસો સફળ સાબિત થયા હતા. રાજ્યમાં સિંહોની વધતી સંખ્યા ગુજરાતીઓ માટે ગૌરવ છે.
LIVE: મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી દ્વારા 16મી સિંહ વસ્તી અંદાજની સંખ્યાની ગાંધીનગર ખાતેથી જાહેરાત. https://t.co/CZAqrjLMjT
— BJP Gujarat (@BJP4Gujarat) May 21, 2025
નોંધનીય છે કે 1963માં પ્રથમ વખત સિંહની વસ્તી ગણતરી વન વિભાગે કરી હતી. 2010માં પહેલીવાર ટેક્નોલોજી આધારિત સિંહની વસ્તી ગણતરી થઈ હતી. આ વખતે 35000 ચોરસ મીટર જગ્યામાં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી છે. 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં હાલમાં 891 એશિયાટિક સિંહનો વસવાટ છે. સિંહોની સંખ્યામાં એક વર્ષમાં 217 એશિયાટિક સિંહનો વધારો થયો હતો. એશિયાભરમાં ભારતની શાન આપણા સિંહ છે. મેક ઈન ઇન્ડિયાનો લોગો પણ આપણા સિંહનો રાખવામાં આવ્યો છે. 1995માં 304 સિંહ, 2001 327 સિંહ, 2015માં 523 સિંહ, 2025માં 891 સિંહ છે. છે. ગુજરાતમાં સિંહની સંખ્યા ખૂબ સારી રીતે વધી રહી છે. ગુજરાતમાં હાલમાં એશિયાટિક સિંહની 16મી વસતી ગણતરી પૂર્ણ થઈ હતી. છેલ્લી વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં અંદાજિત 674 સિંહ નોંધાયા હતા.
1963માં પ્રથમ વખત સિંહની વસ્તી ગણતરી વન વિભાગે કરી હતી. 2010માં પહેલીવાર ટેક્નોલોજી આધારિત સિંહની વસ્તી ગણતરી થઈ હતી. આ વખતે 35000 ચોરસ મીટર જગ્યામાં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી.





















