શોધખોળ કરો

ગુજરાતના કયા કયા જિલ્લામાં ત્રાટક્યા તીડ? જાણો કેવી કરી છે તબાહી?

ગુજરાતમાં તીડ બનાસકાંઠા, કચ્છ, મોરબી , સુરેન્દ્રનગર અને ભાવનગર સુધી પહોંચી ગયા છે. મોરબીની વાત કરીએ તો હળવદના રણ કાંઠા વિસ્તારમાં તીડનું આક્રમણ થયું છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે પણ તીડ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. ગયા વર્ષે તીડના આક્રમણને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના રણકાંઠાના વિસ્તારોમાં અનેક ખેડૂતોના પાક તબાહ થઈ ગયો હતો. ત્યારે આ વર્ષે પણ તીડ ગુજરાતના અનેક જિલ્લામાં એન્ટ્રી કરી ચૂક્યા છે. ત્યારે ખેડૂતો તીડના આક્રમણથી પરેશાન થઈ ગયા છે. મળતી વિગતો પ્રમાણે ગુજરાતમાં તીડ બનાસકાંઠા, કચ્છ, મોરબી , સુરેન્દ્રનગર અને ભાવનગર સુધી પહોંચી ગયા છે. મોરબીની વાત કરીએ તો હળવદના રણ કાંઠા વિસ્તારમાં તીડનું આક્રમણ થયું છે. હળવદના ઈશનપુર, માલણીયાદ, રણમલપુર, ચંદ્રગઢ અને કવાડિયા ગામોમાં રાત્રીના આક્રમણ કર્યું હતું. તીડના આક્રમણને લઈને ખેતીવાડી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. તેમજ રાત્રીથી જ દવાનો છંટકાવ શરુ કર્યો હતો. અત્યાર સુધીમાં અંદાજીત ૬૦ લીટરથી વધુ દવાનો છંટકાવ કર્યો છે. હાલમાં ૫૦% સ્થિતિ કાબુમાં હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. ધાસચારો અને તલ જેવા પાકોમાં નુકસાનીની ભીતિ છે. સુરેન્દ્રનગરમાં તીડનું આક્રમણ થતા ખેડૂતો પરેશાન છે. ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના વિસ્તારોમાં તીડ ત્રાટકયા હતા. ધ્રાંગધ્રાના સજ્જનપર, કુડા, કોપરણી, સતાપર, માલવણ, ભરાડા, સહિતના 15 ગામોમાં તીડનું અતિક્રમણ થયું હોવાની ખેતીવાડી વિભાગને માહિતી મળી છે. તલ અને જુવાર સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોએ થાળી વગાડી અને ખેતીવાડી વિભાગે દવાનો છંટકાવ કરી કીટ નિયંત્રણની કામગીરી હાથ ધરી છે. લીંબડી તાલુકાના શિયાણી અને ખજેલી ગામમાં પણ તીડ જોવા મળ્યા છે. ભાવનગરની વાત કરીએ તો તીડના ટોળાં ભાવનગર જિલ્લા સુધી પહોંચ્યા છે. ભાવનગ ના વલ્લભીપુર તાબાના નસીતપુર, મોટી ધરાઈ ગામે તીડનું ટોળું આવી ચડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાત્રીના સમયે એકાએક તીડનું ટોળું ખેતરોમાં ઉતરી આવ્યું હતું. આ સિવાય બનાસકાંઠામાં દિયોદર પંથક પણ તીડનું આક્રમણ થયું છે. દિયોદરના પાલડી અને ખાણોદર ગામની સીમમાં તીડના ઝૂંડ જોવા મળ્યા હતા. થરાદમા તીડ દેખાતા ખેડુતોમા ચિંતામાં વધારો થયો છે. તીડ પર નિયંત્રણ મેળવવા ખેતીવાડી વિભાગે કામગીરી ચાલુ કરી છે. થરાદના ખારાખોડા દિપડા અને ચોટપા ગામની સીમમા તીડે રોકાણ કર્યું હતું. આ ઉપરાંત ક્ચ્છમાં ભચાઉ તાલુકાના ગામડાઓમાં તીડના ઝુંડો જોવા મળ્યા હતા. શિકરા, કુંભારડી, કબરાઉ સહિતના ગામોમાં તીડ જોવા મળ્યા હતા. બે પ્રકારના તીડ જોવા મળ્યા છે. તીડ નિયંત્રણ અધિકારી અને તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા મોનીટરીંગ શરૂ કરાયું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણAhmedabad NRI murder Case:  અમદાવાદના શાહપુરમાં NRI યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાયોRajkot News: રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો
Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો
Embed widget