શોધખોળ કરો

Lumpy Virus : રાજ્યમાં આજે 2663 પશુઓ સંક્રમિત થયા, 131 પશુઓના મોત થયા, 22 જિલ્લાઓમાં ફેલાયો વાયરસ

Lumpy Virus in Gujarat : રાજ્યમાં આજે સૌથી વધુ કચ્છ જિલ્લામાં 70 પશુઓના મોત થયા છે.

Lumpy Virus in Gujarat : રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર વધતો જઈ રહયો છે. રાજ્યમાં આજે 8  ઓગષ્ટે લમ્પી વાયરસથી  2663 પશુઓ સંક્રમિત થયા, આ સાથે રાજ્યમાં આ વાયરસથી કુલ સંક્રમિત પશુઓની સંખ્યા 72,893 થઇ છે. રાજ્યના 22 જિલ્લાઓમાં આ વાયરસ ફેલાયો છે. 

રાજ્યમાં આજે 131 પશુઓના મોત થયા છે, આ સાથે કુલ મૃત્યુઆંક 2633 થયો છે. રાજ્યમાં આજે  સૌથી વધુ કચ્છ જિલ્લામાં 70 પશુઓના મોત થયા છે. બનાસકાંઠામાં 17, ભાવનગરમાં 10, રાજકોટમાં 9, સુરેન્દ્રનગરમાં 5, મોરબીમાં 4, જામનગર-પાટણ-બોટાદમાં 3-3, દેવભૂમિ દ્વારકા-અમરેલી-આણંદમાં 2-2 અને પોરબંદરમાં 1 પશુનું મોત થયું છે. 

આજે 2,17,990 પશુનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્યમાં આજે 2,17,990 પશુનું રસીકરણ કરવામાં આવ્યું, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 2,83,548 પશુઓનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. 

પશુઓના રસીકરણમાં પશુપાલન વિભાગના 1365 કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા છે. આ સાથે કામધેનુ યુનિવર્સીટીની ટીમના 346 સભ્યો જોડાયા છે. 

કચ્છમાં લમ્પી વાયરસ મામલે કોંગ્રેસે ગૌ સંવેદના સંમેલન યોજી સરકારનો વિરોધ કર્યો
 લમ્પી વાયરસ મામલે આજે 8  ઓગષ્ટે કોગ્રેસે કચ્છમાં આક્રમક વિરોધ કર્યો હતો. અગાઉ કચ્છની બે દિવસની મુલાકાતે આવેલા કોગ્રેસના આગેવાનોએ આજે કચ્છમાં ગૌ સંવેદના સંમેલન યોજ્યુ હતુ. જેમાં ભાજપ સરકાર પર પ્રહારો સાથે આંકડાકીય રમત રમી સરકાર ગાયો મુદ્દે ગંભીર ન હોવાનો કોગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોગ્રેસના ધારાસભ્યોએ તાત્કાલીક સહાયની માંગ પણ કરી હતી.

લમ્પી વાયરસથી સૌથી અસરગ્રસ્ત કચ્છ જીલ્લામાં મૃત્યુનો આંકડો છુપાવી સરકાર સંવેદનશીલ રીતે કામ કરી રહી હોવાના આક્ષેપ સાથે આજે ભુજમાં કોગ્રેસે સંમેલન યોજ્યુ હતુ. જેમાં ગાયોની સ્થિતી અંગે વર્ણન સાથે કોગ્રેસના ધારાસભ્ય લલીત કગથરાએ ભાજપ પર ગંભીર આરોપ મુકી લુપ્ત થઇ રહેલા ગીધ ગાંધીનગર ભેગા થયો હોય તેવો કટાક્ષ કર્યો હતો. આ નિવેદન મુદ્દે વર્તમાન સ્થિતી અને મતો માટે પ્રજા વચ્ચે જતા ભાજપના નેતાઓને આ રીતે ગીધ સાથે સરખાવ્યા હોવાનો ખુલાસો લલીત કગથરાએ કર્યો હતો.કગથરાએ લુપ્ત થતા ગીધો ગાંધીનગર આવ્યા હોય તેમ કહ્યુ હતુ.

તો આંકડાકીય રીતે કેન્દ્ર,રાજ્ય સરકાર અને સ્થાનીક તંત્ર દ્રારા અલગ-અલગ આંકડાઓ જે રીતે જાહેર કરાઇ રહ્યા છે તેથી ક્યાક સરકાર ગંભીર ન હોવાના આક્ષેપ પણ કોગ્રેસે કર્યા હતા. આજે ગાયના પુજન સાથે જાહેર સંમેલન બાદ કોગ્રેસે કલેકટર કચેરીમાં ઉગ્ર વિરોધ કર્યો હતો અને કોગ્રેસના તમામ આગેવાનોને પ્રવેશ ન મળતા કોગ્રેસે કલેકટર ચેમ્બરમાંજ વિરોધ નોંધાવ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
Embed widget