Gandhinagar: નશાબંધી વાળા ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં દારૂ સહીત 4269 કરોડના નશીલા દ્રવ્યો પકડાયા
ગાંધીનગર: ગુજરાતમાં દારુબંધી હોવા છતા છાસવારે દારુ અને અન્ય નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. નશાબંધી વાળા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં દારૂ સહીત 4269 કરોડના નશીલા દ્રવ્યો પકડાયા છે.
ગાંધીનગર: ગુજરાતમાં દારુબંધી હોવા છતા છાસવારે દારુ અને અન્ય નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. નશાબંધી વાળા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં દેશી વિદેશી દારૂ સહીત 4269 કરોડના નશીલા દ્રવ્યો પકડાયા છે. રાજ્યના 25 જિલ્લાઓમાંથી છેલ્લા બે વર્ષમાં 197 કરોડનો વિદેશી દારૂ અને ચાર હજાર કરોડના નશીલા દ્રવ્યો પકડાયા છે. તો બીજી તરફ આ મામલે 2987 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. આ ચોંકાવનારી માહિતી વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવી છે.
ગીર ગઢડામાં CRPF જવાને યુવતી પર ગુજાર્યો બળાત્કાર
ગીર ગઢડામાં CRPF જવાન વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાયો છે. ધોકડવા ગામની યુવતીએ CRPF જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી સોહિલ દિલાવર લીંગારી સહિત 09 વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં લવજેહાદનો મુદ્દો ઉઠ્યો હતો. ઉનાના ધારાસભ્ય કે. સી.રાઠોડ સહિત હિન્દૂ સંગઠનો દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોકળવા ગામની યુવતીને લવજેહાદમાં ફસાવ્યાના આક્ષેપ સાથે રેલી યોજાઈ હતી. આરોપી સોહિલ મૂળ ધોકળવા ગામનો રહેવાસી છે અને હાલ CRPF માં દિલ્હી ખાતે ફરજ બજાવે છે. આરોપીએ લગ્નની લાલચ આપી ધમકાવી બળજબરીથી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદ આધારે આરોપી સોહિલના પરિવાર સહિત અન્ય 09 વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા
મહેસાણાના સતલાસણા તાલુકાના તખતપુરા ગામે એક ખેડૂતની હત્યા કરવામાં આવી છે. ઘઉનો પાક એકઠો કરવાા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા કરી તેની લાશને કૂવામાં ફેંકી દીધી દેવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટના ભાયાવદરમાં ભત્રીજાએ કરી સગા કાકાની હત્યા
રાજકોટ જિલ્લાના ભાયાવદરનાં મોટીના પાનેલી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભત્રીજાએ સગા કાકાને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભત્રીજો જીલ ભાલોડીયા નશાનાં રવાડે ચડી ગયો હોવાનું કાકા ચેતનભાઈએ પરિવારને કહેતા ભત્રીજાએ હૂમલો કર્યો હતો. ચેતનભાઈ ભાલોડિયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન ચેતનભાઈનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે. હાલમા ભત્રીજાની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.