શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારના ક્યા મંત્રી-ભાજપના ધારાસભ્યે સરકારી કાર્યક્રમોમાં BJP ધારાસભ્યોનું માન નહીં જળવાતું હોવાની કરી ફરિયાદ ?
ગુજરાત સરકારે લાઠીનાં ધારાસભ્ય વિરજી ઠુમરને વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો છે કે, સરકારી કાર્યક્રમોમાં ધારાસભ્યોનું માન જાળવવા વહીવટી તંત્રને આદેશ આપી દેવાયો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં થતાં સરકારી કાર્યક્રમોમાં જે-તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યનો પ્રોટોકોલ જાળવવામાં આવતો નથી એવી ફરિયાદને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે યોગ્ય આદેશ આપ્યા છે. ગુજરાત સરકારે લાઠીનાં ધારાસભ્ય વિરજી ઠુમરને વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો છે કે, સરકારી કાર્યક્રમોમાં ધારાસભ્યોનું માન જાળવવા વહીવટી તંત્રને આદેશ આપી દેવાયો છે.
રાજ્ય સરકારે જણાવ્યું છે કે, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ફરિયાદ કરી હતી કે, સરકારી કાર્યક્રમોમાં સત્તા પક્ષના કેબિનેટ મંત્રી અને ધારાસભ્યોને પણ ગણકારવામાં આવતા નથી. કેબિનેટ મંત્ર કુંવરજી બાવળીયા ઉપરાંત સુરતના કતારગામના ભાજપના ધારાસભ્ય વિનોદ મોરડીયા સહિત 10 ધારાસભ્યોએ સરકારને ફરીયાદ કરી હતી કે, સરકારી કાર્યક્રમોમાં પ્રોટોકલ પ્રમાણે ધારાસભ્યોનું માન જાળવવામાં નથી આવતું. આ ફરિયાદના પગલે સામાન્ય વહીવટ વિભાગે સંબંધિતોને પ્રોટોકોલ જાળવવા જણાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement