શોધખોળ કરો

રાજ્યના ચાર મહાનગરોમાં રહેશે રાત્રી કર્ફ્યૂ, યુવાઓને મુખ્યમંત્રી રૂપાણીએ શું કરી અપીલ?

રાજ્યમાં કર્ફ્યૂને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, સોમવારથી અમદાવાદ શહેરમાં દિવસનો કર્ફ્યૂ પૂર્ણ થઇ જશે. જોકે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં માત્ર રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે

ગાંધીનગરઃ રાજ્યમાં કર્ફ્યૂને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે,  સોમવારથી અમદાવાદ શહેરમાં દિવસનો કર્ફ્યૂ પૂર્ણ થઇ જશે. જોકે,  અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં માત્ર રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજયના લોકોને સાંજ પછી બિનજરુરી ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો. માસ્ક ન પહેરનાર લોકો સામે કડક કાર્રવાઈ કરવા મુખ્યમંત્રી રૂપાણીએ પોલીસને સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કર્ફ્યૂને સફળ બનાવવા નાગરિકોનો આભાર પણ માન્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, લોકોએ ગભરાવવાની જરુર નથી. સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું હતું કે, તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યુ છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહી તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો હતો.  આવતીકાલથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થાય છે સાથો સાથ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ ગઈકાલથી જે રાત્રી કર્ફ્યુનો અમલ થયો છે તે ચાલુ રહેવાનો છે. તેમણે યુવાઓને અપીલ કરી હતી કે તેઓ સાંજથી રાત દરમિયાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રીત ન કરે. બિનજરૂરી બહાર જવા-આવવાનું ટાળે. તેઓ તો યુવા અવસ્થામાં સ્વસ્થ છે પરંતુ જો સંક્રમણ લઈને ઘરે જશે તો ઘરમાં વડીલોને અસર થશે એટલે યુવાનો ખાસ ધ્યાન રાખે. આ ચાર શહેરો સિવાય રાજ્યના બાકીના નગરો અને ગામોમાં સંક્રમણ ન વધે તે માટે લોકો રાત્રે ઘરમાં જ રહે તેવી પણ મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. લોકો ફરજિયાત માસ્ક પહેરે જ તેવી ખાસ અપીલ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે માસ્ક ન પહેરનાર લોકો સામે રૂ. ૧૦૦૦/-નો દંડની કડક કાર્યવાહી પોલીસ કરશે તેવી સૂચનાઓ પણ આપી છે. નાગરિકોએ ગભરાવવાની કોઇ જરૂર નથી. રાજ્ય સરકારે હોસ્પિટલોમાં પૂરતા બેડ, ડૉક્ટરો તથા ત્વરિત સારવાર મળે તે માટેની બધી જ વ્યવસ્થાઓ સુનિશ્વિત કરેલી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન

શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ

H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર

Mahindra BE 6: ફક્ત 20 મિનિટમાં ચાર્જ, 682 કિમી રેન્જ, ઇલેક્ટ્રિક SUVનું ટોપ વેરિઅન્ટ લૉન્ચ

HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?

'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી

Embed widget