શોધખોળ કરો
Advertisement
વિજાપુરથી ગાંધીનગરની 21મીની સ્વાભિમાન પાટીદાર યાત્રામાં જોડાશે 51 હજાર લોકો
વિજાપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)એ પોતાની માગણીઓને બુલંદ બનાવવા માટે 21 સપ્ટેમ્બરે વિજાપુરથી ગાંધીનગરની પાટીદાર સ્વાભિમાન યાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે. આ યાત્રામાં 51 હજાર પાટીદારો જોડાશે તેવી જાહેરાત કરાઈ છે.
પાટીદાર સ્વાભિમાન યાત્રાના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવા માટે સોમવારે વિજાપુર ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના ઉત્તર ગુજરાતના તમામ કન્વિનરોની બેઠક મળી હતી. આ બેઠકમાં મહિલાઓ તથા યુવાનો મોટી સંખ્યામાં જોડાય તેવો નિર્ણય લેવાયો હતો તથા એ માટેની વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ અપાયું હતું. આ સ્વાભિમાન યાત્રામાં અમદાવાદ અને ગાંધીનગરથી પણ પાટીદારો મોટી સંખ્યામાં જોડાય તેવું આયોજન કરાઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion