શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને બે દિવસના ગુજરાત પ્રવાસ આવે તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 માર્ચે બે દિવસના ગુજરાત પ્રવાસે આવી શકે છે. તે દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
ગાંધીનગર: ‘નમસ્તે ટ્રપ’ કાર્યક્રમ બાદ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 માર્ચે બે દિવસના ગુજરાત પ્રવાસે આવી શકે છે. પીએમ મોદી ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં અમદાવાદ, વડોદરા, કેવડીયા અને જુનાગઢ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપે તેવી શક્યતા છે. પીએમ મોદીના પ્રવાસને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ હાથ ધરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, પીએમ મોદી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના નવા બિલ્ડીંગનાં ઉદ્ઘાટન કરી શકે છે. જુનાગઢ ખાતે દીનકર યોજનાનુ લોકાર્પણ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા. જ્યારે વડોદરા ખાતે કેંદ્ર સરકારના પ્રોજેક્ટનુ લોકાર્પણ કરશે. આ સિવાય પીએમ મોદી કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા અલગ અલગ કામો અને તૈયાર થયેલા પ્રોજેક્ટની સમીક્ષા કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion