શોધખોળ કરો
Advertisement
શહીદ જવાનોની મદદે આવ્યો ગુજરાતનો આ પટેલ પરિવાર, જાણો કેટલા લાખની કરી મદદ
ગાંધીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે CRPFના જવાનો ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 44 જેટલાં ભારતના જવાનો શહીદ થયાં હતાં. આ શહીદ જવાનોના પરિવારજનોને સહાયરૂપ થવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનથી ગુજરાતના જય સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક બાબુભાઇ કે પટેલ અને રમેશભાઇ કે પટેલના પરિવાર દ્વારા શહીદ દીઠ રૂપિયા 1 લાખની સહાય કરવાનો નિર્ણય કર્યો છે. 44 શહીદના પરિવારજનોને રૂપિયા 44 લાખની સહાય સત્વરે તેમને પહોંચાડવામાં આવશે.
ગાંધીનગર ખાતે બાબુભાઇ પટેલ દ્વારા કરેલ જાહેરાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર વતી તેઓને અભિનંદન પાઠવ્યા હતાં અને ઉમેર્યુ હતું કે, દેશભરમાંથી શહીદો માટે સહાયની સરવાણી થઈ રહી છે ત્યારે બાબુભાઇ પટેલે શનિવારે મારો સંપર્ક કરીને શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માર્ગદર્શન માગ્યું હતું.
મેં તેમના ઉત્સાહને વધાવી પ્રેરણા આપીને માર્ગદર્શન આપ્યું હતું જેથી પ્રેરાઈને તેઓએ સહાય કરવાનો નિર્ણય કર્યો હતો અને જાહેરાત કરી હતી તે સત્વરે શહીદોના પરિવારજનોને પહોંચતી કરાશે.
બાબુભાઇ પટેલના પરિવાર દ્વારા શહીદોની શહાદત માટે શ્રદ્ધઆંજલિ આપવા જે પ્રયાસ કરાયો છે તે ગુજરાત માટે ગૌરવ છે અને અન્ય લોકો તથા સેવાભાવી સંસ્થાઓ પણ આ માટે પ્રેરાશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement