Aravalli News: ધનસુરામાં ચોંકાવનારો કિસ્સો!10 વર્ષીય બાળકી પર કિશોરે દુષ્કર્મ આચર્યાનો થયો પર્દાફાશ
અરવલ્લી જિલ્લામાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો. 10 વર્ષીય બાળકી પર કિશોરે દુષ્કર્મ આચર્યાનો થયો પર્દાફાશ. ધનસુરામાં બાળકી અને કિશોર ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. એટલું જ નહીં. બંને ઘર છોડીને પણ ભાગી ગયા હતા. ધોરણ 5માં ભણતી બાળકીને કિશોર સાથે પ્રેમ થતાં ઘર છોડી દીધું હતું. જો કે, પોલીસે બંનેને નજીકના ગામમાંથી ઝડપી લીધા હતા. બાદમાં પોલીસે બાળકી અને કિશોરનું મેડિકલ કરાવ્યું... જેમાં બાળકી પર દુષ્કર્મ થયાનું ખુલ્યું. પોલીસે સગીર સામે પોક્સો અને અપહરણનો ગુનો દાખલ કરી ઓબ્જર્વેશન સેન્ટર ખાતે મોકલી દીધો છે.
પોલીસ દ્વારા ભોગ બનનાર બાળકીના માતા-પિતાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બાળકી અને તેની સગીર બહેન તેમની માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી. બંને બહેનોએ મોબાઈલમાં કુલ 7 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા, જેમાંથી 5 બંધ છે અને 2 ચાલુ હતા. આ બે ચાલુ એકાઉન્ટમાંથી, 10 વર્ષની બાળકી 16 વર્ષના એક સગીરના સંપર્કમાં આવી હતી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે બાળકીનું અપહરણ આ સગીર દ્વારા જ કરવામાં આવ્યું હતું.