શોધખોળ કરો

ગુજરાતની ખાનગી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને ફીમાં આ વર્ષે પણ 25 ટકાની રાહત, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું ? 

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી નવો આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી ફીમાં 25 ટકા રાહત યથાવત્ રહેશે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે કોરોના મહામારીના કારણે ગયા વર્ષે રાજ્યની ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં 25 ટકાની રાહત આપી હતી. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી નવો આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી ફીમાં 25 ટકા રાહત યથાવત્ રહેશે.

ગુજરાત સરકારની આ જાહેરાત સામે ખાનગી સ્કૂલ સંચાલકો રોષે ભરાયા છે. તેમણે જાહેરાત કરી છે કે, આ વર્ષે કોઈ પણ સંજોગોમાં ફીમાં રાહત આપવી પરવડે તેમ નથી એટલે અમે વાલીઓને ફીમાં રાહત નહીં આપી શકીએ. તેમણે કહ્યું કે, ખાનગી સ્કૂલ સંચાલકોને ચાલુ વર્ષે ફીમાં કાપ માન્ય નથી અને તે યોગ્ય પણ નથી.  સરકારે એક પક્ષે નિર્ણય ન કરવો જોઈએ એનું જણાવીને તેમણે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે.

તાજેતરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નિવેદન અપાયું હતું કે, ખાનગી સ્કૂલોમાં  ફીમાં 25 ટકા રાહત આપવાની જોગવાઈ નવો નિર્ણય ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. તેની સામે ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યું છે કે, ગત વર્ષે 25 ટકા ફીની રાહત આપવાની સરકારની જોગવાઈ જે તે સમય માટે યથાર્થ હશે કારણ કે, તે સમયે પૂર્ણ લોકડાઉન હોવાથી રોજગાર- ધંધા સંપૂર્ણ બંધ હતા અને લોકોને આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો.  

આ વખતે આંશિક લોકડાઉનને લીધે ધંધા- રોજગાર પર પ્રમાણમાં ઓછી અસર પડી છે, જેથી આ 25% સુધીની રાહતનો મુદ્દો સર્વ રીતે અયોગ્ય છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડે કહ્યું કે, 2019-20માં કોઇ પણ શાળાને ફી વધારો કરવાની મંજૂરી અપાઇ નહોતી. ઉપરાંત 2020-21 માં 25% ફી કાપ અપાયો તેમ છતાં 50% જેટલા વાલીઓએ ફી ભરવામાં ઉદાસીનતા દાખવી છે, જેની માઠી અસર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભોગવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ચકચારી બિટકોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 લોકોને આજીવન કેદની સજા
Ahmedabad: ચકચારી બિટકોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 લોકોને આજીવન કેદની સજા
Gujarat Rain Update:રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 6 કલાકમાં  75 તાલુકામાં નોંધાયો વરસાદ
Gujarat Rain Update:રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 6 કલાકમાં 75 તાલુકામાં નોંધાયો વરસાદ
Asia Cup 2025 અગાઉ BCCIમાં મોટો ફેરફાર, રાજીવ શુક્લા બન્યા કાર્યકારી અધ્યક્ષ
Asia Cup 2025 અગાઉ BCCIમાં મોટો ફેરફાર, રાજીવ શુક્લા બન્યા કાર્યકારી અધ્યક્ષ
ક્યારે આવશે Jioનો IPO? મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGMમાં કરી મોટી જાહેરાત
ક્યારે આવશે Jioનો IPO? મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGMમાં કરી મોટી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Bitcoin Case : ચકચારી બિટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર, જુઓ અહેવાલ
Surat Patidar Girl Suicide Case: સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં થયો મોટો ઘટસ્ફોટ
Ganesh Utsav 2025: ગણેશ ઉત્સવને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડ તૈયાર કર્યા
Gujarat Rains: રાજ્યમાં સવારે 6 થી 12 વાગ્યા સુધી 75 તાલુકામાં વરસાદ,  ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Tapi Rains: તાપીના ડોલવણમાં ચાર કલાકમાં 5.71 ઈંચ વરસાદથી નદીઓમાં પૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ચકચારી બિટકોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 લોકોને આજીવન કેદની સજા
Ahmedabad: ચકચારી બિટકોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 લોકોને આજીવન કેદની સજા
Gujarat Rain Update:રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 6 કલાકમાં  75 તાલુકામાં નોંધાયો વરસાદ
Gujarat Rain Update:રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 6 કલાકમાં 75 તાલુકામાં નોંધાયો વરસાદ
Asia Cup 2025 અગાઉ BCCIમાં મોટો ફેરફાર, રાજીવ શુક્લા બન્યા કાર્યકારી અધ્યક્ષ
Asia Cup 2025 અગાઉ BCCIમાં મોટો ફેરફાર, રાજીવ શુક્લા બન્યા કાર્યકારી અધ્યક્ષ
ક્યારે આવશે Jioનો IPO? મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGMમાં કરી મોટી જાહેરાત
ક્યારે આવશે Jioનો IPO? મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGMમાં કરી મોટી જાહેરાત
Guhai Dam: સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદથી ગુહાઇ ડેમ 95 ભરાયો, નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ
Guhai Dam: સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદથી ગુહાઇ ડેમ 95 ભરાયો, નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ
Kia Syros EV: ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન પહેલીવાર જોવા મળી Kia Syros EV, જાણો ક્યારે થશે લોન્ચ
Kia Syros EV: ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન પહેલીવાર જોવા મળી Kia Syros EV, જાણો ક્યારે થશે લોન્ચ
Japan visti: ભારત વિકાસ યાત્રામાં જાપાન પાર્ટનર બન્યું, ભારત પર નજર નજર જ નહી ભરોસો પણ: PM મોદી
Japan visti: ભારત વિકાસ યાત્રામાં જાપાન પાર્ટનર બન્યું, ભારત પર નજર નજર જ નહી ભરોસો પણ: PM મોદી
Rain Update:  વાસણા બેરેજના 21 ગેટ ખોલાયા,  ઉપરવાસમાં વધુ વરસાદથી ફરી અમદાવાદના આ વિસ્તારો કરાયા એલર્ટ
Rain Update: વાસણા બેરેજના 21 ગેટ ખોલાયા, ઉપરવાસમાં વધુ વરસાદથી ફરી અમદાવાદના આ વિસ્તારો કરાયા એલર્ટ
Embed widget