અમદાવાદઃ હેડ ક્લાર્કની પરીક્ષા પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ આવ્યું વિવાદમાં
શાળા સંચાલકોના ગૌણ સેવા અને પોલીસ ભરતી બોર્ડ સામે લડતના મંડાણ શરૂ થયા છે. પરીક્ષા યોજવા માટે શાળા સંકુલને ઓછામાં ઓછો ૫ હજાર જેટલો ખર્ચ થાય છે.
અમદાવાદઃ હેડ ક્લાર્કની પરીક્ષા પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ વિવાદમાં આવ્યું છે. શાળા સંચાલકોના ગૌણ સેવા અને પોલીસ ભરતી બોર્ડ સામે લડતના મંડાણ શરૂ થયા છે. પરીક્ષા યોજવા માટે શાળા સંકુલને ઓછામાં ઓછો ૫ હજાર જેટલો ખર્ચ થાય છે. ગૌણ સેવા અને પોલીસ ભરતી બોર્ડ શાળા સંચાલકોને ખર્ચ પેટે ફદિયુય આપતા નથી.
આગામી દિવસોમાં જેમને પરીક્ષા યોજવી હોય તેઓને સંચાલકો શાળાના બિલ્ડીંગની ચાવીઓ પકડાવી દેશે. રજુઆત છતાં ન્યાય નહિ મળે તો સંચાલકો કોર્ટનું શરણું લેશે. સરકારની અન્ય એજન્સીઓ પરીક્ષા સમયે ખર્ચ ચુકવે છે. યુપીએસસી, રેલવે બોર્ડ વિદ્યાર્થી દિઠ ૧૦ રૂપિયા ચુકવે છે. જ્યારે જીપીએસસી વિદ્યાર્થી દિઠ ૩ રૂપિયા ચુકવે છે.
ગાંધીનગરઃ વિદ્યાસહાયકનું મેરિટ લિસ્ટ આજે રાજ્ય સરકાર જાહેર કરશે. મેરિટ ક્રમ અને મેરિટની માહિતી જોવા માટે ઉમેદવારે પોતાના ટેટ પરીક્ષાનો નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગીનમાં મુકેલી મેરીટની લીંક પર ક્લીક કરવાનું રહેશે.
આજે બપોરે 3.30 કલાકે http://vsb.dpegujarat.in વેબસાઇટ ઉપર કામચલાઉ મેરીટ યાદી પ્રસિદ્ધ કરાશે.
મેરીટ ક્રમ અને મેરીટ માહિતી વેબસાઈટ ઉપર જોવા માટે ઉમેદવારે પોતાનો ટેટ પરીક્ષાનો નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગીતમાં મૂકેલ મેરીટતી લીંક ઉપર ક્લીક કરવું.
ઉમેદવારોતા તામ, લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણમાં જો કોઈ ક્ષતિ હોય તો વેબસાઈટ ઉપર તા.૧૭/૦૩/૨૦૨૨ થી તા.૨૩/૦૩/૨૦૨૨ દરમ્યાન ઓનલાઈન સુધારા કરી સુધારા સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જમા કરાવવી.
ઉમેદવારોની ફાઈનલ મેરીટ યાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર માટેતી સૂચતાઓ હવે પછીથી વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરાશે.
નોંધનીય છે કે, ભરતીની જાહેરાત 1-2માં અનામત કક્ષાની ધો. 1-5માં ગુજરાતી માધ્યમની કુલ 533 જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે ધો. 6-8માં ગુજરાતી માધ્યમની ગણિત વિજ્ઞાનની 3278, ભાષાઓની 201, અને સામાજિક વિજ્ઞાનની 343 જગ્યાઓ બહાર પડી છે. જ્યારે જાહેરાત 03-4માં ધો.રપણ 6-8માં ગણિત વિજ્ઞાનની 473, ભાષાઓની 237, સામાજિક વિજ્ઞાનની 418 જગ્યા માટે ભરતી બહાર પડી થછે. જ્યારે ધો.1-5માં ગુજરાતી માધ્યમની કુલ 767 જગ્યા માટે ભરતી બહાર પડી છે.
આગામી ભરતીનું કેલેન્ડર જાહેર
આ વર્ષે પણ ગુજરાતના યુવાનોને ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી બનવાની તક મળશે. ગુજરાત જાહેર સેવા આયોગે આગામી વર્ષનું પરીક્ષા કેલેંડર જાહેર કર્યુ છે. જે પ્રમાણે 100 જેટલા GAS, 80 જેટલા ડીવાયએસઓ, 130 પશુ ચિકિત્સા અધિકારી અને 100 જેટલા મદદનીશ ઈજનેરની ભરતી કરવામાં આવશે. ભરતી પરીક્ષાની જાહેરાત 15 જૂન 2022થી કરવામાં આવશે અને 28 ઓગસ્ટથી ડિસેમ્બર 2022 સુધી પ્રાથમિક કસોટી લેવામાં આવશે. તો આ ભરતી પ્રકિયા જુલાઈ 2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.