શોધખોળ કરો

Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત

ગાંધીનગર: આ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. પાછોતરા વરસાથી તૈયાર પાકને પણ નુકસાન થયું છે. પાકમાં થયેલા નુકસાનને લઈને ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે.

ગાંધીનગર: આ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. પાછોતરા વરસાથી તૈયાર પાકને પણ નુકસાન થયું છે. પાકમાં થયેલા નુકસાનને લઈને ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે 1419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. 20 જિલ્લાના 136 તાલુકાનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી 6 હજારથી વધુ ગામોને આ રાહત પેકેજનો લાભ મળશે. આજે પ્રવક્ત મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી હતી.

રાજ્ય બજેટ સહાયમાંથી 362 કરોડની સહાય

ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદને લઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ રાહત પેકેજમાં જે જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેા પર નજર કરીએ તો, પંચમહાલ, નવસારી, સુરેંદ્રનગર, દ્વારકા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ,સુરત, પાટણ, છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે.

4 લાખ 19 હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે

આ સહાયનો 4 લાખ 19 હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે. SDRF સહિત ટોપઅપ રકમની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ઓગસ્ટ માસમાં પડેલા વરસાદથી થયેલ નુકસાનીને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. નોંધનિય છે કે, પાછોતરા વરસાદમાં થયેલ પાક નુકસાનીનો પણ સર્વે કરાશે. તૈયાર પાકો પર પડેલા વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે. જે તાલુકામાં પાછોતરો વરસાદ થયો છે ત્યા ફાઈનલ સર્વે કરવામાં આવશે.

CM ભૂપેંદ્ર પટેલે પાછોતરા વરસાદથી નુકસાનનો સર્વે કરવાનો નિર્દેશ આપ્યો

તમને જણાવી દઈએ કે, CM ભૂપેંદ્ર પટેલે પાછોતરા વરસાદથી નુકસાનનો સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે. તૈયાર પાક પલળી ગયા અથવા ઢળી ગયા હોય તેનો પણ સર્વે કરાશે. તૈયાર પાક પાણીમાં તણાઈ ગયા હોય તો તેનો પણ સર્વે થશે. નોંધનિય છે કે, બિન પિયતમાં પ્રતિ હેક્ટર 11 હજારની સહાય કરવામાં આવશે. પિયત પાકોમાં પ્રતિ હેક્ટર 22 હજારની સહાય કરાશે. પિયત પાકોમાં SDRFના 17 હજાર, રાજ્ય સરકારના 5 હજાર અપાશે. ચોમાસામાં રાજ્ય સરકારે નુકસાનીનો રિપોર્ટ કેંદ્ર સરકારને સોંપ્યો છે. ખેતી નુકસાન, રોડ-રસ્તા, સિંચાઈના નુકસાનનો રિપોર્ટ કેંદ્રને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો...

CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Congress: પ્રદેશ કોંગ્રેસ સામે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા કોંગ્રેસના જ નેતાની માગથી ખળભળાટ!Patan Video | કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ રિલ બનાવી સો. મીડિયામાં કરી વાયરલSwaminarayan Sadhu Video Viral: આ લંપટ સાધુઓ નહીં સુધરે! વધુ એક સ્વામીના વાયરલ વીડિયોથી ખળભળાટSwaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Embed widget