Gandhinagar: સોસાયટીમાં વપરાતી ધારાસભ્યોની ગ્રાન્ટને લઈને ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
ગાંધીનગર: આજે મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોસાયટીમાં વપરાતી ધારાસભ્યોની ગ્રાન્ટને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સોસાયટીમાં વપરાતી ધારાસભ્યોની ગ્રાન્ટ પરથી પ્રતિબંધ હટાવ્યો છે.
ગાંધીનગર: આજે મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોસાયટીમાં વપરાતી ધારાસભ્યોની ગ્રાન્ટને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સોસાયટીમાં વપરાતી ધારાસભ્યોની ગ્રાન્ટ પરથી પ્રતિબંધ હટાવ્યો છે. તમને જણાવી દઈએ કે, પહેલા ધારાસભ્ય સોસાયટીમાં રૂપિયા 25 હજારની ગ્રાન્ટ વાપરી શકતા હતા. હવે સરકારે આ મર્યાદા દૂર કરી છે. જેથી ધારાસભ્યો સોસાયટીઓમાં વધુ ગ્રાન્ટ વાપરી શકશે. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાંજરાપોળની કરોડોની જમીનના કૌભાંડને લઈને પહેલીવાર બોલ્યા વિજય રૂપાણી
પાંજરાપોળની જમીન કૌભાંડ મુદ્દે આજે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિજય પૂર્વ સીએમ રુપાણી પર આક્ષેપો કર્યા હતા. જેનો જવાબ પૂર્વ સીએમએ આપ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નિવેદનએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આક્ષેપનું ખંડન કરું છું. સોઈ જાટકીને વિરોધ કરી છું. હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદાઓ નથી. કમળો હોય તેને પીળું દેખાઈ,અગાઉ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે. મીડિયાના આધારે જ અમિતભાઈ પ્રેસ કરવા બેઠા હતા. મારી સરકાર પાંચ વર્ષ થઈ ગયા છે ત્યારે કંઈ અમિતભાઈને યાદ ન આવ્યું. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે.
6 ઓક્ટોબર 2020 ના રોજ મેં પોતે ઇન્કવાયરી નિમિ હતી. મેં પોતે આદેશ આપ્યા હતા કે લાંગા સામે ફરિયાદો આવે છે. જેથી કાર્યવાહી થવી જોઈએ. મે જ ઇન્ક્વાયરી કરી હોય તો હું થોડો એની સાથે હોઉં. પ્રથમ તો પાંજરાપોળની માલિકીની જમીનનો વિવાદ નથી. પાંજરાપોળની કોઈ જમીનમાં સરકારને લાગતું વળગતું નથી. અમિતભાઈ જીવ દયાના નામે લોકોને ઉશ્કેરવા માંગે છે. અમારી સરકારે આઈએએસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મને એવું લાગે છે કે કોંગ્રેસના નેતા અધિકારીઓને બચાવવા નીકળ્યા છે. ભાજપની સરકાર કોઈ ભ્રષ્ટાચારીને છોડવા માગતી નથી.
પ્રાથમિક રિપોર્ટ લાંગા વિરુદ્ધનો પ્રસિદ્ધ થયો છે
લાંગા જ્યારે કલેક્ટર હતા ત્યારે તેમની વિરુદ્ધ મળતી ફરિયાદોને આધારે તેમના વિરુદ્ધ ૦૬/૧૦/૨૦૨૦ના રોજ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારા દ્વારા તેમની વિરુદ્ધની ફરિયાદની ફાઈલમાં તપાસ અંગે હસ્તાક્ષર કરી નિવૃત્ત અધિકારી વિનય વ્યાસને તપાસ સોંપવામાં આવી હતી અને તેના આધારે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાલની સરકાર દ્વારા તપાસ કરાતા પ્રાથમિક રિપોર્ટ લાંગા વિરુદ્ધનો પ્રસિદ્ધ થયો છે. એસ કે લાંગા પોતાના વિરુદ્ધ થયેલ હુકમથી છંછેડાઈ, હાઈ પાવર કમિટીની જુઠ્ઠી વાતો ફેલાવીને સ્વબચાવ માટે અમોને રાજકીય રીતે બદનામ કરવાનો દ્વેષયુક્ત પ્રયાસ કરી રહ્યા છે. ખરેખર સચ્ચાઈ હોય તો પોતાના નામે પ્રસિદ્ધ કરવાની હિંમત કરો, અનામી પત્ર લખીને રાજકીય રીતે બદનામ કરવાની કુચેષ્ટા બંધ કરો.