શોધખોળ કરો

ગુજરાતમાં 4 જૂને શું ખોલવાની મળી શકે છે છૂટ? નાઇટ કર્ફ્યૂ મુદ્દે શું લેવાઇ શકે નિર્ણય? 

કેબિનેટ બેઠકમાં કંટ્રોલમાં આવી રહેલા કોરોના અને કોરોનાની ત્રીજી વેવના સંદર્ભ ચર્ચા વિચારણા થશે. ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા વેક્સિનેશનના કાર્યક્રમ સંદર્ભે વધુ જિલ્લાઓને ઉમેરવા અને ખાસ કરીને 18 થી ૪૪ વર્ષના વય જૂથને ઝડપથી વેક્સિનેશન માટે પણ ચર્ચા કરાશે.

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ધોરણ 12ની પરીક્ષા CBSC દ્વારા રદ કરાયા બાદ ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા સંદર્ભે નિર્ણય લેવાઇ શકે છે. આજની કેબિનેટ બેઠકમાં ધોરણ 12 ની પરીક્ષા સંદર્ભે ચર્ચા થશે. જો કે ગઇ કાલે જ બોર્ડ દ્વારા પરીક્ષા કાર્યક્રમ જાહેર કરાયો છે. 

કેબિનેટ બેઠકમાં કંટ્રોલમાં આવી રહેલા કોરોના અને કોરોનાની ત્રીજી વેવના સંદર્ભ ચર્ચા વિચારણા થશે. ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા વેક્સિનેશનના કાર્યક્રમ સંદર્ભે વધુ જિલ્લાઓને ઉમેરવા અને ખાસ કરીને 18 થી ૪૪ વર્ષના વય જૂથને ઝડપથી વેક્સિનેશન માટે પણ ચર્ચા કરાશે.

મ્યુકરમાઇકોસીસની સારવાર માટેની ગાઈડલાઈન સંદર્ભે પણ ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. એટલું જ નહીં, 4 તારીખે પુરા થઇ રહેલા રાત્રી કર્ફ્યુના જાહેરનામાં તેમજ રાજ્યમાં મંદિરો ખોલવા સંદર્ભે પણ ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. ૬ જુનથી રાજ્યમાં શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્ર સંદર્ભે ચર્ચા વિચારણા કરીને ગાઇડ લાઇનને આખરી ઓપ આપી જાહેર કરવા સંદર્ભે ચર્ચા થશે. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ નોંધાયા છે અને 22  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4869 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 7,71,860 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 29015 પર પહોંચ્યો છે. જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર અને 28543 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21  ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોપોરેશન 256, સુરત કોપોરેશન 172, વડોદરા કોપોરેશન 172,    વડોદરા 106,રાજકોટ કોર્પોરેશન 86,  સુરત 80,  જુનાગઢ 68, ભરુચ 47, ગીર સોમનાથ 45, અમરેલી 42, રાજોકટ 42,  જામનગર કોર્પોરેશન 41, નવસારી 32, કચ્છ 30, પંચમહાલ 29, આણંદ 25, ખેડા 25, વલસાડ 25, મહેસાણા 24,  જૂનાગઢ કોર્પોરેશન 22, સાબરકાંઠા 20, બનાસકાંઠા 19, જામનગર 19, ભાવનગર 15, અરવલ્લી 14, પાટણ 14,  ભાવનગર કોર્પોરેશન 13, દેવભૂમિ દ્વારકા 11,  ગાંધીનગર કોર્પોરેશન 11, પોરબંદર 11, દાહોદ 10, મહીસાગર 10, અમદાવાદ 6, ગાંધીનગર 6, નર્મદા 4, મોરબી 3, તાપી 3, બોટાદ 1,  છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 1 અને  ડાંગમાં 0 કેસ સાથે કુલ 1561 નવા કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ?

અમદાવાદ કોપોરેશન 5, સુરત કોપોરેશન 2, વડોદરા કોપોરેશન 2,    વડોદરા 1,રાજકોટ કોર્પોરેશન 1,   સુરત 1,  જુનાગઢ 1, ભરુચ 0, ગીર સોમનાથ 1, અમરેલી 0, રાજોકટ 1,  જામનગર કોર્પોરેશન 2, નવસારી 0, કચ્છ 0, પંચમહાલ 1, આણંદ 0, ખેડા 0, વલસાડ 0, મહેસાણા 1,  જૂનાગઢ કોર્પોરેશન 0, સાબરકાંઠા 0, બનાસકાંઠા 1, જામનગર 0, ભાવનગર 1, અરવલ્લી 0, પાટણ 0,  ભાવનગર કોર્પોરેશન 0, દેવભૂમિ દ્વારકા 1,  ગાંધીનગર કોર્પોરેશન 0, પોરબંદર 0, દાહોદ 0, મહીસાગર 0, અમદાવાદ 0, ગાંધીનગર 0, નર્મદા 0, મોરબી 0, તાપી 0, બોટાદ 0,  છોટા ઉદેપુર 0, સુરેન્દ્રનગર 0 અને  ડાંગમાં  0  મોત  સાથે કુલ 22  મોત નોંધાયા છે. 

રાજ્યમાં આજે કુલ 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  95.21 ટકા છે.

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget