(Source: ECI/ABP News/ABP Majha)
Tokyo Paralympics: સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ બનશે ક્લાસ-1 ઓફિસર
રાજ્ય સરકાર દ્વારા ભાવિના પટેલને વર્ગ ૧ ની સરકારી અધિકારી તરીકેની નિમણૂક આપવામાં આવી શકે છે. દિવ્યાંગજન માટે યોગ્ય જગ્યા પર નિમણૂંક અપાશે.
ગાંધીનગરઃ ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને રાજ્ય સરકાર નોકરી આપી શકે છે. રાજ્ય સરકાર દ્વારા ભાવિના પટેલને વર્ગ ૧ ની સરકારી અધિકારી તરીકેની નિમણૂક આપવામાં આવી શકે છે. દિવ્યાંગજન માટે યોગ્ય જગ્યા પર નિમણૂંક અપાશે. નોંધનીય છે કે, ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલ પર ઈનામોની વર્ષા શરૂ થઈ છે. પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને 3 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ગુજરાતની વિજય રૂપાણી સરકારે જાહેરાત કરી છે.
ટોક્યો પેરાઓલિમ્પિકમાં મહિલા ટેબલ ટેનિસ ક્લાસ-4ના ફાઈનલમાં સિલ્વર મેડલ જીતીને દુનિયાભરમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરનાર ભાવિના પટેલને રૂપાણી સરકાર 3 કરોડના ઇનામની જાહેરાત ઉપરાંત સરકારી નોકરી પણ આપશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેરા ઓલિમ્પિક્સ રમતોમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિધ્ધિ મેળવી દેશને ગૌરવ અપવાનારી રૂપાણીએ ગુજરાત અને ભારતને વિશ્વ સ્તરે પોતાના ખેલ કૌશલ્યથી ગૌરવ અપાવનારી ગુજરાતની દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ મુખ્યમંત્રી રૂપાણીએ ભાવિનાને શુભકામના પાઠવી હતી. ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલની સંઘર્ષની કથા લાખો લોકો માટે પ્રેરણાદાયી છે. પેરાલિમ્પિક ગેઈમ્સમાં મહિલા સિંગલ ક્લાસ 4 વર્ગના ફાઈનલમાં ભાવિના પટેલે હારનો સામનો કરવો પડ્યો હતો પણ આ હાર છતાં ભાવિના પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે.
ગુજરાતના મહેસાણાની વતની ભાવિના પટેલનું જીવન દૃઢ સંકલ્પનો પર્યાય છે. ભાવિનાને માત્ર 12 મહિનાની ઉંમરે પોલિયો થયો હતો અને તેના કારણ તેમનું જીવન અંધકારમય લાગતું હતું. જો કે ભાવિનાનાં માતા-પિતાએ હતાશ થયા વિના તેને સારી તાલીમ આપતા તે ઈતિહાસ રચી શકી છે.
34 વર્ષીય ભાવિનાને ફાઈનલમાં ચીનની વર્લ્ડ નંબર-1 ઝાઉ યિંગે 11-7, 11-5, 11-6થી હાર આપી હતી. આ પહેલાં ભાવિનાએ શનિવારે સેમીફાઈનલમાં ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હારઆપીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. વર્તમાન પેરાલમ્પિકમાં આ ભારતનો પહેલો મેડલ છે. ભાવીનાએ પહેલા સેટમાં ઝાઉ યિંગને સારી ટક્કર આપી હતી. પરંતુ ચીનની 2 વખતની પૂર્વ ગોલ્ડ મેડાલિસ્ટે એક વખત લય મેળવીને ભારતીય ખેલાડીને કોઈ તક નહોતી આપી અને સીધી ગેમમાં સરળ વિજય નોંધાવ્યો હતો.