શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કલોલમાં ભેદી બ્લાસ્ટ બે મકાન ધરાશાયી થતાં બે લોકોએ ગુમાવ્યો જીવ, જાણો શું કારણ આવ્યું સામે? અભય ચુડાસમાએ શું કહ્યું?
રેંજ આઇજી અભય ચુડાસમા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે ધડાકા સાથે બે મકાન ધરાશાયી થયા છે. બેના મૃત્યુ થયા છે. જ્યારે એક ઇજાગ્રસ્ત થયા છે.
ગાંધીનગર: કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક ભેદી ધડાકા થતાં બે મકાન ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયું હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બ્લાસ્ટ ગેસ લાઇનમાં લિકેજને કારણે થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે, તપાસ પછી સાચી વિગતો સામે આવશે. આ ઘટના ઓએનજીસી વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો હોવાથી ઓએનજીસીના અધિકારી ઘટનાસ્થળે તપાસ માટે દોડી આવ્યા હતા.
આ ઘટનાને પગલે રેંજ આઇજી અભય ચુડાસમા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે ધડાકા સાથે બે મકાન ધરાશાયી થયા છે. બેના મૃત્યુ થયા છે. જ્યારે એક ઇજાગ્રસ્ત થયા છે. સંભવતહ પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવે છે. ઓએનજીસીની પાઇપ લાઇન જતી હોય ત્યાં જનરલી મકાનના બની શકે એવો નિયમ છે, પણ એ તપાસનો વિષય છે.
ONGCના અધિકારી તપાસ માટે પહોંચતા ઉશ્કેરાયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે પોલીસે કાર કોર્ડન કરીને તેમને માંડ માંડ ત્યાંથી બહાર કાઢ્યા હતા. ONGCના અધિકારીને બ્લાસ્ટ કેવી રીતે થયું તેવું પૂછવાનો પ્રયાસ કરતાં તેમણે નનૈયો ભણ્યો હતો. એટલું જ નહીં, તેઓ જવાબ દેવાને બદલે ભાગી રહ્યા છે.
સવારે 7.45 વાગ્યે બ્લાસ્ટ થતા મકાન ધરાશાયી થયા હતા. જેમાં 2 લોકોના મોત થયા છે. એક વ્યક્તિ ઘાયલ થઈ છે. સ્થાનિકોના દાવા મુજબ, ધડાકાના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ પણ તૂટ્યા હતા. અચાનક મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાઇ ગયા હતા. જેમને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી બેના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion