શોધખોળ કરો

Vibrant Gujarat: જાણો આ વર્ષે કઈ થીમ પર યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

Vibrant Gujarat Summit 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪નાં ભાગરૂપે VG-2024 વેબસાઈટ તથા મોબાઇલ એપનું લોન્ચિંગ અને VG-2024ના બ્રોશરનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું.

Vibrant Gujarat Summit 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪નાં ભાગરૂપે VG-2024 વેબસાઈટ તથા મોબાઇલ એપનું લોન્ચિંગ અને VG-2024ના બ્રોશરનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી આગામી તારીખ ૧૦ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસોએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાવાની છે.‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવામાં મુખ્યમંત્રીએ લોન્ચ કરેલી આ વેબસાઈટ તથા મોબાઇલ એપ વન સ્ટોપ સોલ્યુશન બની રહે તેવા યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેબસાઈટ અને મોબાઈલ એપ લોન્ચિંગ તથા આકર્ષક બ્રોશરનું અનાવરણ રાજ્યમંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીશ્રીઓ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કરી હતી.

VG-2024 વેબસાઇટ ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ વ્યક્તિઓ, પ્રતિનિધિમંડળો અને સમિટ દરમિયાન યોજાનારી ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે રસ ધરાવતા રોકાણકારોની સુવિધા માટે આ યુઝર-ફ્રેન્ડલી વેબસાઇટ ગુજરાત સરકારની નીતિઓ, વિવિધ પરિમાણોમાં રાજ્યના પર્ફોર્મન્સ અંગેનો ડેટા અને સંભવિત પ્રતિષ્ઠિત રોકાણો અને પ્રોજેક્ટ્સની યાદીનું એક સમગ્ર સંકલન બની રહેશે તેમ મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું.
 
આ VG એપ એન્ડ્રોઇડ અને iOS એમ બંને મોબાઈલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે. સમિટમાં યોજાનારી વિવિધ ઇવેન્ટ્સને વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ટ્રેક કરી શકાશે. ચેટ, સંબંધિત સરકારી વિભાગો સાથે મીટિંગો શેડ્યુલ કરવી, અન્ય પ્રતિભાગીઓ સાથે B2B મીટિંગો, અન્ય પ્રતિભાગીઓની પ્રોફાઇલ જોવી, પ્રોફાઇલ્સને બુકમાર્ક કરવી અને સમૃદ્ધ મીડિયા કન્ટેન્ટ પોસ્ટ કરવું વગેરે જેવા વિવિધ ફિચર્સ આ વેબસાઈટ અને મોબાઈલ એપમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. 

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રગતિને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ઉત્તમ નીતિ-નિર્માણ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ અભિગમ, મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઉચ્ચ જીવનધોરણનું પ્રદર્શન કરે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩થી ૨૦૨૩ દરમિયાન આ સમિટના ૯ સંસ્કરણોનું સફળ આયોજન વિકાસને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વાઇબ્રન્ટ ગુજરાતના ‘વે ફોરવર્ડ’ (ભવિષ્યનો માર્ગ) વિશે છણાવટ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માત્ર વૈશ્વિક બિઝનેસ નેટવર્કિંગ માટેના પ્લેટફોર્મ તરીકે કામ કરતી નથી, પરંતુ રાજ્યમાં વેપાર અને રોકાણની તકોને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે.આ બાબતને પરિપૂર્ણ કરવા, ગુજરાતની સક્ષમતા અને રોકાણની સંભાવનાઓને પ્રદર્શિત કરવા માટે ૧૨ દેશોમાં ૬ આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ચેન્નઈ, ચંદીગઢ, ગુવાહાટી, જયપુર અને ઈન્દોરમાં ૧૧ રાષ્ટ્રીય રોડ શો પણ યોજાશે. 

વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટના જિલ્લા કક્ષાએ યોજાનારા નવતર અભિગમની જાણકારી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે,  વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટની આ પહેલનો હેતુ લોકોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જોડવાનો છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ અને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાઓ મળી કુલ ૩૭ જગ્યાઓએ વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ સ્થાનિક ઔદ્યોગિક/વ્યાપારિક એસોસિયેશનની ભાગીદારીમાં ઓક્ટોબર મહિનામાં યોજાશે. આ ક્રાર્યકમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી, MSME, સ્ટાર્ટ અપ, સેલ્ફ હેલ્પ ગૃપ્સ, મહિલા ઉધોગ સાહસિકો, ખાદી ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગ વગેરેને સાંકળવામાં આવશે.

એટલું જ નહિ, વિવિધ સ્થળોએ એક્ઝિબિશન, ક્રેડિટ – લિઁકેજ સેમિનાર, એક્સ્પોર્ટ સેમિનાર, ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) બજાર, સ્ટાર્ટ અપ અને ઉદ્યોગ સાહસિકતા સેમિનાર, B2B/B2C/B2G મિટિંગો, ડિઝાઇન વર્કશોપ્સ, તથા માર્કેટીંગ અને બ્રાન્ડીંગ વર્કશોપ્સ, વગેરેનું પણ આયોજન કરાશે. વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૯ સુધીમાં ગુજરાતના ૯ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ ચૂકી છે. જે અંતર્ગત ૧૩૫થી વધુ દેશોના ૪૨ હજારથી વધુ પ્રતિનિધિઓએ અદભૂત અને ઉત્સાહવર્ધક ભાગીદારી નોંધાવી છે. વર્ષ ૨૦૧૯માં ૨૮,૩૬૦ એમ.ઓ.યુ થયા હતા, જે પૈકી ૨૧,૩૪૮ પ્રોજેક્ટ શરૂ થઈ ગયા અને ૧,૩૮૯ પ્રોજેક્ટ હાલ અમલીકરણ હેઠળ છે એટલે કે ૮૦ ટકાથી વધુ એમ.ઓ.યુ. સફળ થયા છે. 

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં તબક્કાવાર યોજાઈ ચૂકેલી ૯ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે દેશના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો અંદાજે ૮.૪ ટકા, નિકાસમાં અંદાજે ૩૩ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા, ફેક્ટરીઓમાં ૧૧ ટકા હિસ્સો ગુજરાતનો નોંધાયો છે જે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે.  તેમણે કહ્યું કે, રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. એટલું જ નહિ અન્ય ક્ષેત્રોમાં પણ ગુજરાતના રેન્કીંગ અવ્વલ રહ્યા છે. જેમાં સ્ટાર્ટ-અપમાં પ્રથમ સ્થાને, લોજીસ્ટીક રેંકીંગમાં પ્રથમ, વ્યાપાર કરવાની સરળતામાં દ્વિતીય, એફ.ડી.આઈ.માં તૃતીય અને ઉદ્યમ નોંધણીમાં પાંચમાં ક્રમે ગુજરાત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યનું સુકાન સાંભળ્યું ત્યારથી આજદિન સુધી ૧૦૮ કંપનીઓ સાથે ૧૧૮ પ્રોજેક્ટ માટે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. જેના થકી રૂ.૧,૪૬,૦૦૦ કરોડના મૂડી રોકાણથી ૧,૫૩,૦૦૦ રોજગારી આપવામાં આવી છે.મુખ્ય સચિવ રાજકુમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુજરાતમાં રોકાણનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પુરું પાડે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
Bank Jobs 2024: આ બેંકમાં ઓફિસરના પદ પર નીકળી ભરતી, મહિને મળશે 1.50 લાખથી વધુ પગાર
Bank Jobs 2024: આ બેંકમાં ઓફિસરના પદ પર નીકળી ભરતી, મહિને મળશે 1.50 લાખથી વધુ પગાર
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Embed widget