શોધખોળ કરો
Advertisement
ગુજરાતની મ્યુનિસિપલ કોર્પોરેશન્સ, જિલ્લા-તાલુકા પંચાયતો, નગરપાલિકાની ક્યારે યોજાશે ચૂંટણી ? જાણો મોટા સમાચાર
ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરતાં નવેમ્બર અને ડીસેમ્બર મહિનામાં જ ચૂંટણી યોજાવાની શક્યતા છે
ગાંધીનગરઃ ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરતાં નવેમ્બર અને ડીસેમ્બર મહિનામાં જ ચૂંટણી યોજાવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચ નવા સીમાંકન અને રોટેશનને લગતાં જાહેરનામાં આવતી કાલ સોમવારથી પ્રસિધ્ધ કરવાની જાહેરાત કરી છે એ જોતાં નિયત કાર્યક્રમ પ્રમાણે ડીસેમ્બરમાં ચૂંટણી થશ એ નક્કી મનાય છે. ચૂંટણી પંચનાં સૂત્રોએ કહ્યું છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચની કોવિડ ગાઇડલાઇન્સ મુજબ ચૂંટણી યોજાશે.
રાજ્યમાં 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 55 જેટલી નગરપાલિકાઓની નવેમ્બર અને ડિસેમ્બરમાં ચૂંટણી યોજાનાર છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદાજે 7 હજારથી વધારે બેઠકો માટે ચૂંટણી જંગ જામવાનો છે ત્યારે સોમવારે 355 થી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા સીમાંકન અને રિઝર્વેશન રોટેશનને લગતા પ્રાથમિક જાહેરનામા પ્રસિધ્ધ થશે.
રાજ્યની અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા સહીતની મહાનગરપાલિકાઓના હદમાં એકાદ મહિના અગાઉ જ વધારો કરાયો છે. પાલિકા અને પંચાયતોની આવનારી ચૂંટણી રાજકીય પક્ષો માટે લિટ્મસ ટેસ્ટ સમાન છે કેમ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બાદ બે વર્ષમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે. નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલા માટે પણ પાલિકા પંચાયતોની આગામી ચૂંટણીના પરિણામો મહત્વના છે કેમ કે તેમની તાકાતની પહેલ કસોટી આ ચૂંટણીમાં થશે.
સ્થાનિક સ્વરાજ માટે 6 મહાનગરપાલિકાની 572 બેઠકો, 31 જિલ્લા પંચાયતોની 988 બેઠકો, 230 તાલુકા પંચાયતોની 4784 બેઠકો અને 55 નગરપાલિકાઓની 2054 બેઠકોની ચૂંટણી યોજાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement