શોધખોળ કરો

ગાંધીનગરમાં 300 કરોડથી વધુના ખર્ચે વૈશ્વિક કક્ષાનું 'આંજણા ધામ’ નિર્માણ પામશે

વિશ્વના 'આંજણા’ (ચૌધરી-પટેલ) સમાજના સર્વાંગી વિકાસના કેન્દ્રબિંદુ એવા ‘આંજણા ધામ’નો આગામી તારીખ 5 જાન્યુઆરી 2025 રવિવારના રોજ ગાંધીનગર ખાતે શિલાન્યાસ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાશે.

વિશ્વના 'આંજણા’ (ચૌધરી-પટેલ) સમાજના સર્વાંગી વિકાસના કેન્દ્રબિંદુ એવા ‘આંજણા ધામ’નો આગામી તારીખ 5 જાન્યુઆરી 2025 રવિવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સવારે 9 કલાકે  શિલાન્યાસ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાશે. આ પ્રસંગે શિકારપૂરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી શ્રી 1008 મહંત શ્રી દયારામજી મહારાજ આશીર્વચન આપશે. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને દાતા શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે.
       
આંજણા ધામના મુખ્ય દાતા અને પ્રમુખ  મણીલાલ ચૌધરી  અને મહામંત્રી અમિતભાઇ ચૌધરીએ જણાવાયું હતું કે, ગાંધીનગરના જમિયતપુરા ખાતે સંસ્કાર, શિક્ષણ અને સેવા સંકલ્પ સાથે 22000 થી વધુ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના 'આંજણા ધામ' માટે ચૌધરી સમાજના દાતાશ્રીઓ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 200 કરોડથી વધુનું માતબર રકમનું દાન જાહેર કરવામાં આવ્યું છે. સમાજના દાતાશ્રીઓ દ્વારા આ ભગીરથ કાર્ય માટે અવિરત દાન આવી રહ્યું છે. 

ગાંધીનગરમાં 300 કરોડથી વધુના ખર્ચે વૈશ્વિક કક્ષાનું 'આંજણા ધામ’ નિર્માણ પામશે
   
દાતાશ્રીઓ અને સમાજના સહકારથી ગાંધીનગર ખાતે વિશ્વના આંજણા સમાજની પ્રગતિ સમાન અંદાજે રૂ. 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક કેન્દ્ર તૈયાર કરવાનો સંકલ્પ નક્કી કર્યો છે જેનો રવિવારે શિલાન્યાસ કરીને આ સંકલ્પને પરિપૂર્ણ  કરવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરાશે. જે સમાજ માટે ગૌરવ સમાન છે.
 
આ સંસ્થામાં UPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા-વ્યવસાયલક્ષી તાલીમ ક્લાસરૂમ, કુમાર-કન્યા છાત્રાલય, એન.આર.આઈ- સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હોલ કાર્યાલય, હેલ્થ કેર યુનિટ- વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ-યોગ અને ફિટનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
 
આંજણા ધામની વિશેષતાઓ અંગે પ્રમુખ અને મહામંત્રીએ વિગતો આપતાં કહ્યું હતું કે, શેરથા ટોલ નાકા, જમિયતપુરા, ગાંધીનગર ખાતે નિર્માણ પામનારા સૂચિત બહુહેતુક આંજણા ધામમાં કુલ 13 માળ હશે. આંજણા ધામ ભવનનું કુલ બાંધકામ 4.5 લાખ ચો. ફૂટ વિસ્તારમાં થશે. અંદાજે 25 હજાર ચો. ફૂટની જગ્યા ધરાવતી 3 લાઈબ્રેરી, 650 સ્ટુડન્ટ એક સાથે જમી શકે તેવું અદ્યતન ડાઈનીંગ હોલ તથા તે મુજબનું કીચન, 200 સ્ટુડન્ટ વાળા ચાર  ક્લાસરૂમ અને 60 સ્ટુડન્ટ વાળા 6 ક્લાસ રૂમ ,250 સ્ટુડન્ટની કેપેસીટી વાળી કોમ્પ્યુટર લેબ, 2,300  સ્ટુડન્ટ એક સાથે નિવાસ કરી શકે તેવી આધુનિક હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત કુલ 12 લિફ્ટ ધરાવતા ભવનના 12 મા માળે ખેલકૂદ માટે ઈનડોર ગેમ તથા 10  હજાર ચો. ફૂટના બે મલ્ટિપરપઝ હોલ, રિસેપ્શન,બોર્ડ રૂમ, કોન્ફરન્સ રૂમ, અમ્ફી થિયેટર તેમજ સોલાર રૂફ ટોપનું નિર્માણ કરવામાં આવશે.

વિશ્વ આંજણા ધામના નિર્માણ માટે દાનની સરાવણી વહેવાવનારમાં  મણીલાલ કરશનભાઈ ચૌધરી (દગાવાડિયા) ,  શંકરભાઈ ચૌધરી (શંકુઝ વોટરપાર્ક) ,શેઠ  હરીભાઇ વેલજીભાઈ ચૌધરી (ચરાડા) ,  રમણભાઇ ચૌધરી (સોલૈયા, હાલ કેનેડા-યુ.એસ.એ.), કનુભાઇ ડાહ્યાભાઈ ચૌધરી (દગાવાડિયા) , બાબુભાઈ મણીલાલ ચૌધરી (દગાવાડિયા)  રમેશભાઈ ભીમજીભાઈ ચૌધરી (સુઈ ગામ),  મૂળજીભાઇ ચૌધરી (બાલવા, હાલ USA), નરસિંહભાઇ દેસાઇ (ભદ્રેસર, હાલ USA),આર.ડી. ચૌધરી (ઝાલોર,રાજસ્થાન) ઉપરાંત સમાજના 30 થી વધુ અન્ય દાતાઓ છે. જેઓના વિશિષ્ટ માર્ગદર્શન નીચે આ ભવ્ય આયોજન થઇ રહ્યું છે.
 
સમાજ-રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના ઉમદા હેતુથી જમિયતપુરા-ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના 'આંજણા ધામ'ના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ યુ.એસ.એ./કેનેડા સહિત વિવિધ દેશોમાંથી પણ આંજણા ચૌધરી સમાજના દાતાશ્રીઓ, આંજણા ધામના ટ્રસ્ટીશ્રીઓ, આગેવાન ભાઈ-બહેનો, કાર્યકરો મોટી સંખ્યામાં સહભાગી થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
Embed widget