શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ સસરાએ યુવતીને પતિ સાથે સેક્સ નહીં માણવા કર્યું ફરમાન કારણ જાણીને ચોંકી જશો, યુવતી પહોંચી પોલીસ સ્ટેશન....
ગાંધીનગરના સેક્ટરમાં 22માં રહેતી ફરિયાદી મહિલાએ જ્યારે આ મામલે ફરી રજૂઆત કરી તો સાસુ-સસરા અને પતિએ તેની સાથે મારપીટ કરી હતી.
અમદાવાદઃ વડોદરાની મહિલાએ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે સસરા તેને તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાની નાપાડે છે. સસરાનું કહેવું છે કે, તેનામાં કોઈ પ્રેતાત્માનો વાસ છે. અને જો તે પતિ સાથે શારીરિક સુખ માણસે તો આત્મા તેના પતિના શરીરમાં પ્રવેશી જશે.
ગાંધીનગરના સેક્ટરમાં 22માં રહેતી ફરિયાદી મહિલાએ જ્યારે આ મામલે ફરી રજૂઆત કરી તો સાસુ-સસરા અને પતિએ તેની સાથે મારપીટ કરી હતી. જેથી તેણે પોલીસની મદદ માગી અને ઘરેલુ હિંસાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વડોદરાના અલકાપુરીની રહેવાસી મહિલાએ 2020માં ગાંધીનગર યુવક સાથે લગ્ન કર્યા હતા. ફરિયાદ અનુસાર સસરાને મહિલાની અંદર કોઈ આત્માનો વાસ હોવાનું લાગતું હતું અને જો તે તેના પતિ સાથે શરીર સુખ માણસે તો આત્મા તેના પતિના શરીરમાં પ્રવેસી જશે. મહિલાએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો તો સાસુ સસરા અને પતિ માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.
મહિલાએ આરોપ લગાવ્યો કે સાસુ સામેથી તેના સસરાને છેડતી કરવા માટે મોકલતા હતા. ફરિયાદ નુસાર મહિલા ઘરે એકલી હોય ત્યારે સાસુ જ સસરાને શારીરિક છેડતી કરવા માટે મોકલતા હતા.
મહિલાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ ફરિયાદ કરવા પર સાસુ-સસરા અને પતિએ આકરું પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. જે બાદ મહિલાએ ગુનાહીત ધાકધમકી આપવી અને ઘરેલુ હિંસા કરવાની ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement