શોધખોળ કરો
યુવતીએ પ્રેમીને મોડી રાત્રે ઘરે બોલાવ્યો, યુવક પ્રેમિકા સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને ઘરનાં લોકો જાગી ગયાં, પછી..........
ગત શુક્રવારે મોડી રાતે તે પ્રેમિકાના કહેવાથી તે મળવા તેના ઘરે ગયો હતો. બંને રૂમમાં બંધ થઈને શરીર સુખ માણતાં હતા ત્યારે કોઇ વસ્તુનો અવાજ થવાથી પરિવારજનો જાગી ગયા હતા.

પ્રતિકાત્મક તસવીર.
લખનઉઃ આગ્રામાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમિકાને મળવા ગયેલા 22 વર્ષીય દલિત યુવકને છોકરીના પરિવારના સભ્યોએ બેરહેમીથી ફટકારીને હત્યા કરી દીધી હતી. જેનું કારણ છોકરો જુદી જાતિનો હતો. યુવતીના પરિવારજનોએ તેને એટલી ખરાબ રીતે માર્યો કે તે યુવાન હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો. પોલીસે આ મામલે યુવતીના પરિવારના પાંચ સભ્યોની ધરપકડ કરી છે.
મૃતક પવન કુમારને એક યુવતી સાથે સંબંધ હતા. ગત શુક્રવારે મોડી રાતે તે પ્રેમિકાના કહેવાથી તે મળવા તેના ઘરે ગયો હતો. બંને રૂમમાં બંધ થઈને શરીર સુખ માણતાં હતા ત્યારે કોઇ વસ્તુનો અવાજ થવાથી પરિવારજનો જાગી ગયા હતા. જે બાદ પ્રેમિકાના પરિવારજનોએ બંનેને કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા.
આ પછી પ્રેમિકાના પરિવારજનોએ તેને બેરહેમીથી ફટકારવાનું શરૂ કર્યુ હતું. તેની ચીસો સાંભળીને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આવીને તેને હોસ્પિટલ લઇ ગઇ હતી, જ્યાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. યુવક અન્ય જાતિનો હોવાથી પરિવારજનો વિફર્યા હતા અને જે વસ્તુ હાથમાં આવી તેનાથી ફટકારવા લાગ્યા હતા. ઉપરાંત આડેધડ મુંઢ માર પણ માર્યો હતો.
એએસપી મુકેશ ચંદ્ર મિશ્રાએ કહ્યું, આ મુદ્દે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ઘટનામાં સામેલ અન્ય લોકોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરાશે.
વધુ વાંચો
Advertisement





















