શોધખોળ કરો

ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ

Road Accident: શુક્રવાર બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે. રાજ્યમાં આજે અલગ અલગ રોડ અકસ્માતની ઘટનામાં 10 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે.

Road Accident: ગુજરાતમાં આજે રોડ અકસ્માતની હારમાળા સર્જાઇ છે. જુદી જુદી ઘટનામાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સોથી વધુ ભયંકર ઘટના મોરબી પાસે સર્જાઇ હતી જેમાં 4 લોકો જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ થયા છે.

મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો  હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જેમાં ,ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનો સામવેશ થાય છે. તો કારમાં સવાર 2 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે.  પાંચ બાળક સહિત સાત લોકો ફસાયેલા હોવાથી બચાવાયા છે.અકસ્માતના કારણે હાઈવે પર  ટ્રાફિકજામ સર્જ્યો હતો.

સમગ્ર અકસ્માત કેવી રીતે સર્જાયો એ વિશે વાત કરીએ તો નોંધનિય છે કે,માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેથી પાછળ આવતા ટેન્કરે લેન બદલવા માટે ગયો હતો, જે દરમિયાન પાછળ આવતી  આર્ટિગા કાર ટ્રક સાથે ઘસાતા  આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ટ્રકમાં  અને કારમાં સવાર 2-2 લોકો મોત થયા છે. સાત લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે સામખિયાળી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માત બાદ ટેન્કર અને કારમાં ફાટી નીકળતા સ્થિતિ વધુ ભયાનક અને ચિંતાજનક બની હતી. ઘટના મોરબીના  સૂરજબારી ટોલ નાકા નજીક બની હતી.  ધટના ની જાણ થતા જ મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ઘરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા હતા અને સાતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અકસ્માત એટલો ભયંકર છે કે, ઇજાગ્રસ્તોની સ્થિતિ પણ નાજુક છે, જેથી આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.

સુરતમાં વધુ એક રોડ અકસ્માત

સુરતના ઓલપાડ -સાયણ રોડ પર પણ  અકસ્માત સર્જાયો હતો. માધવ ઇન્ડસ્ટ્રીઝ પાસે બેફામ કાર ચાલકે 2 સાયકલ ચાલકને ઉડાવ્યાં હતા, જેમાં એક સાયકલ પર સવાર બે લોકોના ઘટના સ્થળે  મોત  થયા હતા. જ્યારે અન્ય એક સાયકલ ચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટમાં દાખલ કરાયા હતા. અકસ્માત સર્જતા કાર  ગટર માં પલટી મારી ગઈ હતી. ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોચી બંને મૃતદેહને પીએમ માટે  મોકલવામાં આવ્વાં હતા. પોલીસે કાર ચાલકની કરી અટકાયત કરી છે.  

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે અકસ્માત, 3નાં મોત

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે પણ રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં 3નાં મૃત્યુ થયા છે. ભેંશલા ગામ પાસે બાઈક અને ઈકો વચ્ચે અકસ્માતમાં બાઇકમાં સવાર  બેના  અને  ઈકો ડ્રાઈવરનું પણ મોત નિપજ્યું હતું.એક બાળક અને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે.  ઈજાગ્રસ્તોને રાજસ્થાનની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.  ઈકો કાર ગરનાળામાં ખાબકી હતી. મૃતક બાઈક સવાર મોડાસાના મુલોજ ગામના વતની હોવાનું સામે આવ્યું છે.

તાપીના નિઝરમાં વીજ કરંટથી મોત

તાપીના નિઝરમાં વેલદા ગામની સીમમાં ખેતરમાં વીજ કરંટ લાગતા સુભાષ પટેલ નામના ખેડૂતનું મોત થયું છે.DGVCLની બેદરકારીના કારણે મોત થયાનો આરોપ લગાવ્યો છે. રજૂઆત બાદ પણ વીજ લાઈનનું  મેન્ટેનન્સ ન કરાયાના આક્ષેપો ઉઠ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget