શોધખોળ કરો

વલસાડના ધરમપુર તાલુકામાં વિકાસના દાવાની ખુલી પોલ, પ્રસૂતાને 3 કિલોમીટર ઉંચકીને લઈ જવાઈ

વલસાડના ધરમપુરમાં રસ્તાના અભાવે 108 પહોંચી શકી નહોતી

વલસાડના ધરમપુર તાલુકામાં વિકાસના દાવાની પોલ ખુલી હતી. મળતી જાણકારી અનુસાર, વલસાડના ધરમપુરમાં રસ્તાના અભાવે 108 પહોંચી શકી નહોતી. ગઈકાલે રાત્રે ધરમપુરના ઢાકવડ ગામથી 3 કિલોમીટર દૂર આવેલા કુઈલીપાડા વિસ્તારમાં એક મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી હતી. રસ્તો ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ઢાકવડ ગામ સુધી જ પહોંચી શકી નહોતી. જેથી ગ્રામજનો મહિલાને 3 કિલોમીટર સુધી ઝોળીમાં ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા.

Gujarat Corona virus Case Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 331 કેસ નોંધાયા

Gujarat Corona Case Update: રાજ્યમાં આજે કોરોનાના 331 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 98 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 1997 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા છે. હાલમાં 5 લોકો વેન્ટિલેટર પર છે. આજે કોરોનાથી 376 લોકો સાજા થયા છે. 

જુઓ લીસ્ટ

ભારતમાં કોરોનાએ વધારી ચિંતા

 ભારતમાં ફરી એકવાર કોવિડ-19 (COVID-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય સક્રિય બન્યું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11,692 નવા કેસ નોંધાયા છે. હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 66 હજારથી વધુ થઈ ગઈ છે.

કોરોનાના ખતરાને જોતા હવે કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે. કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે આ રાજ્યોને સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે

તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 5.46 ટકા થઈ ગયો છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના ચેપ માટે 66170 લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જે કુલ કેસના 0.15 ટકા છે. ભારતમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.67 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,48,69,68 લોકો ચેપમુક્ત થઈ ગયા છે, જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.18 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Godhra Case: ગોધરામાં ટ્રેન કાંડના 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

Supreme Court Bailed Godhara Convicts: ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લગાવીને 59 લોકોની હત્યા કરવાના દોષિત 8 લોકોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આ તમામ લોકોને નીચલી અદાલત અને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે તેમને 17-18 વર્ષ જેલમાં વિતાવ્યાના આધારે જામીન આપ્યા હતા. જો કે, નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા અને હાઈકોર્ટ દ્વારા આજીવન કેદમાં ફેરવાયેલા 4 લોકોને કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.

જામીન મેળવનારાઓના નામ છે- અબ્દુલ સત્તાર ગદ્દી, યુનુસ અબ્દુલ હક, મોહમ્મદ. હનીફ, અબ્દુલ રઉફ, ઇબ્રાહિમ અબ્દુલ રઝાક, અયુબ અબ્દુલ ગની, સોહેબ યુસુફ અને સુલેમાન અહેમદ. આ તમામ લોકોને ટ્રેનમાં સળગતા લોકોને બહાર આવતા રોકવા માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. જે 4 લોકોને કોર્ટે આજે મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે તેમાં અનવર મોહમ્મદ, સૌકત અબ્દુલ્લા, મહેબૂબ યાકુબ મીઠા અને સિદ્દીક મોહમ્મદ મોરાનો સમાવેશ થાય છે. તેમના પર હત્યામાં સીધી સંડોવણીનો આરોપ સાબિત થયો છે. ગુજરાત સરકારે તેમને ફાંસીની સજાની માંગ કરી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
Embed widget