શોધખોળ કરો

મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં ગાબડું, 13 કોંગ્રેસના હોદેદારોએ કોંગ્રેસથી ફાડ્યો છેડો અને ભાજપમાં જોડાયા

મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. અહીં લુણાવાડા તાલુકા ભાજપની કારોબારી બેઠકમાં 13 કોંગ્રેસના હોદેદારોએ ભાજપમાં જોડાયા છે

મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. અહીં લુણાવાડા તાલુકા ભાજપની કારોબારી બેઠકમાં 13 કોંગ્રેસના હોદેદારોએ ભાજપમાં જોડાયા છે. ગઈકાલે ગોસ્વામી સમાજની વાડી લુણાવાડા ખાતે મળેલ ભાજપની કારોબારી બેઠકમાં તેઓ  ભાજપમાં જોડાયા. જિલ્લા કોંગ્રેસના મંત્રી તાલુકા મંત્રી પ્રમુખ ઉપપ્રમુખ સહીત 13 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વોટ્સેપ ના માધ્યમથી રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે  રાજીનામું આપ્યું હોવાનું કારણ સામે આવ્યું છે.

Gandhinagar: નવી જંત્રી અંગે રાજ્ય સરકારે પોતાના નિર્ણય બદલ્યો, જાણો શું લીધો મોટો નિર્ણય

ગાંધીનગર:  રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જંત્રીના અમલના લઈને મોટો નિર્ણય લીધો છે. જંત્રી દરમાં કરવામાં આવેલો વધારો તારિખ   15/04/2023થી અમલી બનશે. આ પહેલા ફેબ્રુઆરીથી જ અમલી બનવાનો હતો. જો કે હવે સરકારે તેને અપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગઈ કાલે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. તેમાં રાજ્ય અગ્ર સચિવથી લઈને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનિય છે કે બિલ્ડર એસોસિએશન પણ જંત્રીના નવા દરો હાલમાં લાગુ કરવાના વિરોધમાં હતું.

સુરતમાં પ્રેમિકાએ પ્રેમીની બહેન સાથે એવો કાંડ કર્યો કે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

સુરતમાં પુણાગામ ખાતે રહેતી યુવતીએ લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. પરંતુ કોઈ અજાણ્યાએ યુવતીના કન્ફર્મેશન નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબરના ઓટીપીનો ઉપયોગ કરીને બારોબાર તેનું ફોર્મ રદ્દ કરી પરત ખેંચી લેતા તેણીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. સાયબર પોલીસે તેણીની ધરપકડ કરી હતી.

પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય અસ્મીતા છગનભાઈ કાતરીયા મુળ અમરેલીની વતની છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે કાપોદ્રા ખાતે જે.ડી. ગાબાણી કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે. વર્ષ 2021-22ની લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આથી અસ્મિતાએ પણ તેનું ફોર્મ ભરીને સબમીટ કર્યું હતું. આ ફોર્મમાં તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો હતો. ત્યારબાદ તારિખ 4 જાન્યુઆરી 2022ના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની પાસે રાજકોટ શહેર ખાતે યોજાઈ હતી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં અસ્મિતા પાસ થઈ હતી.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવતા તારિખ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલીસ તાલીમ સેન્ટર ગાંધીનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા. ત્યારબાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા માટે ઓજશ ઉ૫૨ એપ્લીકેશન મુકવામાં આવી હતી. જેમાં ઓટીપી બેઝ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યા બાદ જ ફોર્મ પાછા ખેંચી શકાય છે. કોઈ અજાણ્યાએ એલઆરડી ગુજરાત 2021.ઇન ઉપરથી લોકરક્ષક ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસંદગી માટેના હક્કને જતો કરવા અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં અરજીનો કન્ફર્મેશન નંબર લખી અસ્મિતાના નામની વિગતો લખી બનાવતી સહી કરી હતી અને ગઈ 8 ઓક્ટોબર 2022 ના રાત્રે અસ્મિતાના કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ઓટીપી મેળવી લઈ તેમની ઉમેદવારી રદ ક૨વા અરજી અપલોડ કરી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget