શોધખોળ કરો

જૂનાગઢ જિલ્લાના આ ગામડામાં એક સાથે 14 કોરોનાના કેસ નોંધાતા 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન, જાણો

જૂનાગઢ (Junagadh)જિલ્લાના વંથલી(vanthali)ના ટીકર ગામે કોરોનાનો રાફડો ફાટયો છે. એક સાથે ગામમાં 14 કેસ નોંધાતા ટીકર(Ticker)ના ગ્રામજનોએ ગામમાં સ્વયંભૂ બંધ જાહેર કર્યો છે. ગામમાં માત્ર સવાર અને સાંજ બે કલાક જ દુકાનો ખુલ્લી રહેશે.

જૂનાગઢ: રાજ્યમાં કોરોના વાયરસ(Coronavirus)ના સંક્રમણમાં વધારો થયો છે. કોરોના (Corona)સંક્રમણ વધતા ગામડાઓમાં આપમેળે લોકડાઉન (Lockdown)લગાવવામાં આવી રહ્યું છે. અથવા તો દુકાનો(Shop) ખોલાવાના સમયમાં ફેરફાર કરાયા છે.   જૂનાગઢ (Junagadh)જિલ્લાના વંથલી(vanthali)ના ટીકર ગામે કોરોનાનો રાફડો ફાટયો છે. એક સાથે ગામમાં 14 કેસ નોંધાતા ટીકર(Ticker)ના ગ્રામજનોએ ગામમાં સ્વયંભૂ બંધ જાહેર કર્યો છે. ગામમાં માત્ર સવાર અને સાંજ બે કલાક જ દુકાનો ખુલ્લી રહેશે. ગામ 10 દિવસ સ્વૈચ્છિક બંધ રહેશે. ગામમાં બે લોકોનાં કોરોનાથી મૃત્યુ થઈ જતા ગ્રામવાસીઓએ સતર્કતાના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. 

વ્યારાના વેપારીઓએ સ્વેચ્છિક બંધ રાખવાનો નિર્ણય કર્યો

કોરોના (Corona)સંક્રમણ વચ્ચે વ્યારા (vyara)નગરના વેપારીઓએ એક સ્વૈચ્છિક નિર્ણય લીધો છે કે, આવતીકાલથી આગામી 15મી એપ્રિલ સુધી વ્યારા નગરના બજારો સવારે 9 થી  બપોરના 2 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. વ્યારામાં કોરોનાના કેસ એકાએક વધતા વેપારીઓએ વધુ સંક્રમણ વકરે નહીં તે માટે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય માત્ર વ્યારા નગરના વેપારીઓનો છે અન્ય તાલુકા મથકોમાં દુકાનો ચાલુ રહેશે. 

સુરતમાં કેટલીક શેરી પતરા મારી બંધ કરાઈ

સુરત શહેરમાં કોરોના કહેર (Surat Corona Cases) વર્તાઈ રહ્યો છે અને કોરોનાના કેસો વધતાં મુખ્ય રસ્તા પરની કેટલીક  શેરીઓ વાંસ અને પતરાં ઠોકીને બંધ કરાતાં લોકોમાં ભારે ફફડાટ છે. આ રીતે મુખ્ય રસ્તા વાંસ-પતરાં ઠોકીને બંધ કરાવા માંડતાં શહેરમાં ફરી લોકડાઉન (Surat Lockdown) લદાશે કે શું એવી ચર્ચા પણ શરૂ થઈ છે.

ક્યાં લગાડ્યા પતરાં

સુરતમાં હાલમાં મહિધરપુરા હીરાબજારની (Mahidharpura Diamond Market) શેરીઓ નિયંત્રિત કરાઇ છે અને મોટીશેરી (Moti Sheri), ભૂતશેરી (Bhoot Sheri), નાગરશેરી (Nagar Sheri), મણિયારાશેરી, વાણીયા શેરી બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત ગલે મંડી, મોટી શેરી, ગુંદી શેરીનાં નાકાં પણ બંધ કરાયા છે. આ તમામ શેરીઓ વાંસ, પતરા ઠોકીને બંધ કરી દેવાઈ છે. શહેરમાં મુખ્ય રસ્તા પરની 8થી વધુ શેરી બંધ કરી દેવાતાં શહેરમાં લોકડાઉનની (Lockdown) તૈયારીઓ શરૂ કરાઈ છે કે શું એવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ શહેરમાં તાવના દર્દીની સંખ્યા વધી અને  નજીકની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. દર્દીઓ વધતા લોકોમાં ગભરાટનો માહોલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Embed widget